News of Thursday, 7th August 2025
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન
૧૨૩૩ બોટલ રકતદાન એકત્ર : લક્કી ડ્રો દ્વારા ૨૨ ભાગ્યશાળી રકતદાતાને ટીવી, ફ્રીઝ, સોનાની ગીની, ટ્રોલી બેગ, સ્માર્ટ વોચ જેવા મેગા ઇનામો અપાયા

રાજકોટ : દેશ-વિદેશમાં પોતાના ૪૩૮ ગ્રુપ્સ અને ૯૦૦૦૦ થી વધુ સભ્યો ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ અને એલીટ સંગીની પ્રાયોજીત સતત છઠ્ઠા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ હોલ,ખાતે કરાયુ હતુ. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ અદાણી ફુડનાં સિઘ્ધાર્થભાઈ અદાણી, મહાવીરભાઈ અદાણી તથા અદાણી પરિવાર (અદાણી મસાલા) તેમજ ઈન્દુભાઈ વોરા, નીતીનભાઈ કામદાર (જુલીયાના), માતુશ્રી રંજનબેન જયસુખલાલ પટેલ, જીજ્ઞેશભાઈ ખખ્ખર (રેશમ) તેમજ લક્કી ડ્રો દ્વારા ૨૨ ભાગ્યશાળી રકતદાતાને ઇનામો આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઈ જસાણીનો પણ વિશેષ સેવા સહયોગ મળેલ હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જેમ, જૈન જાગળતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન, સંગીની ડાઉનટાઉન, જૈન ફોર યુ-રાજકોટનો સહકાર સાંપડયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં શહેર પોલીસ કમિશ્નર પ્રમોદકુમાર ઝા, સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઈ કોઠારી, ફેડરેશનનાં ઉપપમુખ મનીષભાઇ દોશી, આઈ.ડી. નીલેશભાઇ કામદાર, ઈલેકટ ચેરમેન ભાવિકભાઈ શાહ, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, સેક્રેટરી મેહુલભાઈ દામાણી તથા જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી અને ઉન્મેશભાઈ કુંડલીયા તેમજ સૌરાષ્ટ્ર રીજીયન સંગીની કન્વીનર શ્રીમતિ સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીજીયન પી.આર.ઓ. શ્રીમતિ હીરબેન દામાણી, પી.આર.ઓ. એડમીન મીરાબેન દોશી, ઝોન કો. ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન વિવિધ કમિટી ચેરમેનનો, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, જીતુભાઈ કોઠારી, જીતુભાઈ અદાણી, સુજીતભાઈ ઉદાણી, રાજુભાઈ બાટવીયા, હિતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માંઉ, અતુલભાઈ ઉદાણી, અનીષભાઈ વાધર, અનુપમભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, અમીષભાઈ દેશાઈ - તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, મિતલભાઇ ખેતાણી, ડો.દિપકભાઈ મહેતા, ડો. કે.એમ. પટેલ ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયેલ તેમજ મોટી ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ જોડાયેલ હતા. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક સ્યોર ગીફટ જેવી કે ઓફીસ બેગ, ખજુર પેક, વેકયુમ પેક જાર, પરફયુમ સ્પ્રે તથા અન્ય આકર્ષક ગીફ્ટ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ.રકતદાતાઓ વચ્ચે એક લક્કી ડ્રો કરવામાં આવેલ. જેમાં સોનાની ગીનીનાં વિજેતા તરીકે જયનેશ મહેતા અને વિવેક સવનીયા તેમજ ચાંદીની ગીનીમાં વિજેતા મનીષ સોલંકી, પ્રિતીબેન શાહ, વલ્લભદાસ જીથરા, સંજય ખખ્ખર, દિપક પરમાર, મિરાલી મહેતા, ચિંતન ભગદેવ, જીતેન્દ્ર ઝિંઝુવાડીયા, મનીષ મહેતા, પ્રેસ્ટીઝ કુકર સેટનાં વિજેતા રીઘ્ધી બજાણીયા, સાઈકલનાં વિજેતા દર્શક પરમાર, ૪૩ ઈંચ ટીવીનાં વિજેતા આદીલ હેરંજા, ૩૨ ઈંચ ટીવીનાં વિજેતા મનોજ ઢોકીયા, ૫૦ લીટર ફ્રીઝનાં યોગેશ રૂડકીયા, વીઆઈપી ટ્રોલી બેગનાં વિજેતા શ્યામ રાદડીયા, રાઈસ કુકરનાં વિજેતા પ્રતાપ મોઢ, એર કુલરનાં વિજેતા ચિરાગ ચુડાસમા, સ્માર્ટ વોચનાં વિજેતા પરિન સંઘવી, પારસ સંઘવી, નેહા દેવ મુરારીની વિજેતા જાહેર કરેલ હતા. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ અભયભાઈ દોશી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ બોરડીયા, જોઈન્ટ સેક્રેટરી વિમલભાઈ બાટવીયા તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેન જીતુ પંચમીયા-જીજ્ઞેશ બોરડીયા-ધવલ સંઘવી, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, બકુલેશ મહેતા, ધવલ શાહ, આકાશ શાહ, રૂષભ શેઠ, ડો.હીરેન પટેલ, તેજસ દોઢીવાળા, રવિ મહેતા, ચિરાગ મહેતા, નિપેશ દેસાઈ, નિરવ મહેતા, વિરલ કામદાર, શ્રુતી શાહ, સોનલ દોશી, સોનલ દેશાઇ, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા, મૈત્રી ગાંધી સહીતનાએ જહેમત ઉઠાવેલ હતી. તેમ પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા અને જીતુ પંચમીયાની યાદીમાં જણાવાયુ છે.
(2:06 PM IST)










