News of Thursday, 7th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છના હાર્દસમા રાજકોટને હાઇકોર્ટની સર્કિટ બેંચ મળવા ર૬ સભ્યોની કમીટી રચાઇ
મુંબઇના કોલ્હાપુર ખાતે નવી હાઇકોર્ટ બેંચ શરૂ કરવા ગેઝેટમાં પ્રસિધ્ધ થતા રાજકોટમાં ફરી સળવળાટ : બાર એસો.ની મળેલ બેઠકમાં પ્રમુખ પરેશભાઇ મારૂ દ્વારા શહેરના તજજ્ઞ એડવોકેટોની ટીમ બનાવાઇઃ સૌરાષ્ટ્ર-કચ્છની વિશાળ જનતાને સસ્તો-ઝડપી ન્યાય માટે રાજકોટમાં સર્કિટ બેંચ ફાળવવા સનિષ્ઠ પ્રયાસનો પ્રારંભ

રાજકોટ તા.૭: સૌરાષ્ટ્ર-કચ્છના હાર્દ સમા રાજકોટ શહેરને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે અંગે રાજકોટ બાર એશોસીએશનના હોદેદારોની મીટીંગમાં વિચાર વિમર્શ કરી રાજકોટના વરિષ્ઠ ધારાશાષાીઓ તથા રાજકોટના તજજ્ઞ એડવોકેટોની કમિટીની રચના કરવામાં આવેલ છે.
તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલાપુરને સર્કીટ બેંચ મળે તે અંગે ચીફ જસ્ટીસશ્રી દ્વારા ગર્વનરની મંજુરી લઈ નવી સર્કીટ બેંચની રચના કરવામાં આવેલ જે અંગે રાજકોટ બારના સભ્યોશ્રી દ્વારા આ અંગે પણ વર્ષો પહેલાં રાજકોટ બાર એશોસીએશન દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેના સને. ૧૯૮૩માં સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ અને આ અંગેનું આંદોલન છ માસ સુધી ચાલેલ ત્યારબાદ રાજકોટ બાર એશોસીએશનના સીનીયર વરિષ્ઠ ધારાશાષાીઓ અને રાજકોટ બારના પૂર્વ પ્રમુખો દ્વારા પણ આ દીશામાં ઘણી કામગીરી કરવામાં આવેલ જે અન્વયે રાજકોટ બાર એશોસીએશનના સભ્યોશ્રી દ્વારા આવી હાઈકોર્ટ બેંચ મળે તે સંદર્ભે અરજી આપેલ જેથી હાલ રાજકોટ બારના કાર્યરત હોદેદારો દ્વારા આ અંગેની એક મીટીંગ તા.૫/૮/૨૦૨૫ના રોજ રાજકોટ બાર એશોસીએશન ખાતે મળેલ અને તેમાં અગાઉની તમામ રજુઆતો, પત્રવ્યવહારો તથા જે કામગીરી કરવામાં આવેલ હતી તે ધ્યાને લઈને રાજકોટ બારના ૩૬૦૦ થી વધુ એડવોકેટોની લાગણી તથા માંગણી ધ્યાને લઈ રાજકોટ બારના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એક કમિટીની નિમણુંક કરવામાં આવેલ.
આ કમિટીમાં જેઓની નિમણુંક કરવામાં આવી છે તેમાં, જી. કે. ભટ્ટ, શ્રી હેમેનભાઈ ઉદાણી, મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા, એલ.જે. શાહી , ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, જી.આર.ઠાકર, બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, આર.બી. ગોગીયા, જી. એલ. રામાણી, સંજયભાઈ વ્યાસ, રમેશભાઈ કથીરીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્વરીબેન ચોૈહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા, બિમલ જાની, હિતેષ દવે, બિપીન આર. કોટેચા અને વિજયભાઈ તોગડીયાનો સમાવેશ કરવામાં આવેલ છે.
ઉપરોકત નિમણુંક કરવામાં આવેલ છે તેમાં રાજકોટ બારના સીનીયર ધારાશાષાીઓ કે જેઓ સને.૧૯૮૩માં પણ આ અંગેની કામગીરી કરેલ હોય તે સહીતના તમામ વિષયોના તજજ્ઞોની આ કમિટીમાં નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા રાજકોટ બાર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળે અને રાજકોટને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે સંદર્ભે પોતાનો યશશ્વી ફાળો આપી રાજકોટ બારના માર્ગદર્શક અને પથદર્શક બની ભવિષ્યમાં રાજકોટ બારને તથા તેના તેના સભ્યોને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે માટેના સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે. તેમ પ્રમુખશ્રી પરેશભાઇ મારૂની યાદીમાં જણાવાયું છે.
ઉપરોકત બાબત અન્વયે જણાવવાનું કે, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોલાપુર ખાતે નવી હાઈકોર્ટ બેંચ શરૂ કરવા ગેઝેટ પ્રસિધ્ધ કરેલ હોય તે અન્વયે રાજકોટ બારના સભ્યોશ્રીઓ દ્વારા અરજી આપી આ સંદર્ભે ઝુંબેશ ઉપાડવા અરજીઓ કરેલ તે અન્વયે તા.૫/૮/૨૦૨૫ના રોજ રાજકોટ બાર એશોસીએશનના તમામ હોદેદારોની એક મીટીંગ મળેલ અને તેમાં અગાઉની પ્રણાલીકા મુજબ તથા અગાઉ વર્ષો પહેલાં જે કામગીરી થયેલ હતી તે અન્વયે રાજકોટ બારના વરિષ્ઠ ધારાશાષાીઓમાંથી યશથ્વી ફાળો તથા પાયાના પથ્થર તરીકેની કામગીરી કરેલ છે તેમજ વિવિધ પાસાઓ ધ્યાને લઈ હાઈકોર્ટની સર્કીટ બેંચ રાજકોટને મળે તે માટે જે કમિટીની રચના કરવામાં આવેલ છે તેમાં આપનો કિંમતી સમય ફાળવી અમારા માર્ગદર્શક અને પથદર્શક બની ભવિષ્યમાં રાજકોટ બારને તથા તેના સભ્યોને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે માટે ઉપરોકત સભ્યોની નિમણુંક કરાયેલ છે.
(2:17 PM IST)










