News of Thursday, 7th August 2025
મનપા હસ્તક આંગણવાડી ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ તેમજ સુપોષણ સંવાદની ઉજવણી

રાજકોટ : મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને ડેપ્યુટી મ્યુનિસિલ કમિશનર મનીષ ગુરવાની (IAS) તથા આઈ.સી.ડી.એસ વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ અર્બન -૨ આંબેડકર નગર સેજાની શ્રી નાથજી સોસાયટી આંગણવાડી ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ તેમજ સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવેલ હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુપોષિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જન આંદોલનના ભાગરૂપે જન સમુદાયની સગર્ભા માતાને મહત્વ આપવા માટે દર મહિનાના પહેલા મંગળવારે સુપોષણ સંવાદ તરીકે ઉજવવામાં આવે છે. ગર્ભધારણ થી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ હજાર દિવસ આજીવન અને વિકાસનો પાયો નાખવા માટે મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં કપિલભાઈ તથા પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ અને પૂર્ણ કન્સલટન્ટ જયશ્રીબેન તથા સુપરવાઇઝર તથા વર્કર અને હેલ્પર બહેનો તથા સગર્ભા અને ધાત્રી માતાઓ હાજર રહેલ હતી.
(3:34 PM IST)










