તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 7th August 2025
રસ્તો ઓળંગી રહેલા રાધાપાર્કના વૃધ્ધનું ‘હિટ એન્ડ રન'માં મૃત્યુ
આજીડેમ ચોકડીથી કોઠારીયા રોડ ચોકડી વચ્ચે મુરલીધર કાટા પાસે બનાવ : બાંસઠ વર્ષના રમેશભાઇ મારૂને બાઇકચાકલ ઠોકરે લઇ ભાગી ગયો હતોઃ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: વાહન અકસ્માતમાં મૃત્યુનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના કોઠારીયા રોડ પર રહેતાં વૃધ્ધ આજીડેમથી હુડકો ચોકડીના રસ્તા પર હતાં ત્યારે રસ્તો ઓળંગતી વખતે હિટ એન્ડ રનમાં ઘાયલ થયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલા રામપાર્ક-૨માં રહેતાં રમેશભાઇ ખીમજીભાઇ મારૂ (ઉ.વ.૬૨) નામના વૃધ્ધ તા. ૪/૮ના રોજ આજીડેમ અને હુડકો ચોકડી વચ્ચે મુરલીધર કાટા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કોઇ અજાણ્યો મોટરસાઇકલનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
પ્રથમ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કારખાનામાં મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. હોસ્પિટલ મારફત જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી
(2:25 PM IST)










