<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

રાજકોટ રેવન્‍યુ બાર એસો. દ્વારા સ્‍ટેમ્‍પ ડયૂટી - સીટી અર્થે જમીન માપણી સંબંધેના પ્રશ્‍નો અન્‍વયે કલેકટરને આવેદન અપાયુ

 

રાજકોટ, તા.૭: રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્‍નો સંદર્ભે આજે બપોરના ૧૨:૩૦ કલાકે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું અને આવેદનપત્રમાં રેવન્‍યુ એસોસિએશનને જણાવ્‍યું છે કે સ્‍ટેમ ડ્‍યુટી સંબંધિત પ્રશ્‍નોમાં ખાસ કરીને મિલકત ભાડાના કરારમાં ૪૦ ટકામાં સર ચાર્જ સાથે જે વધારો કરાયો છે તેમાં ઘટાડો કરવા તેમજ સ્‍ટેમ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્ર વિભાગ ૨ કે જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારો સંબંધ હતો જે પ્રશ્‍નો છે જંત્રીના ભાવ ખૂબ જ જે વેલ્‍યુએશન થાય છે તેમાં ખૂટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વસૂલવામાં ત્રણ માસનો લાંબો સમય પસાર થતો હોય તે અંગે ઘટતું કરવા આવેદનપત્રમાં જણાવ્‍યું છે આ ઉપરાંત નાયબ નિયામકની કચેરી દ્વારા જમીન માપણી સંદર્ભે જે ક્ષતિઓ રાખી દીધેલી છે તેની સર્વે માપણીમાં ક્ષેત્રફળના થતા વધઘટના પ્રશ્‍નો ઉકેલવા તેમજ સીટી સર્વે સંબંધીત પ્રશ્‍નો જેમાં રહેણાંક માટે થયેલ જુના બિન ખેતીના હુકમમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોમર્શિયલ બિલ્‍ડીંગ પ્‍લાન મંજૂર કરેલ છે તેવા પ્‍લાન આધારે બિલ્‍ડીંગની નોંધ સીટી સર્વે કચેરી દ્વારા પાડવામાં આવતી નથી તે અંગે યોગ્‍ય કરવા તેમજ જે બાંધકામમાં દુકાનો થયેલ હોય તેને હેતુફેર કરવાના આગ્રહ રાખવામાં આવે અને સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વસૂલવામાં આવે છે તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં તલાટીઓ દ્વારા રેવન્‍યુ રેકોર્ડમાં નોંધ દાખલ કરવામાં આવે તે સહિતના અન્‍ય જે કાંઈ પ્રશ્‍નો આવેદનપત્રમાં જણાવેલ છે તે પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશન દ્વારા  કલેકટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

  આ તકે રેવન્‍યુ બારના પ્રમુખ આર.ટી. કથીરિયા,  વિજય તોગડીયા, બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર દિલીપભાઈ પટેલ, બાર એશો.ના પ્રમુખ પરેશ મારૂ અને રેવન્‍યુ બારના પૂર્વ પ્રમુખ સી. એચ. પટેલ સહિતના વકીલો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:42 PM IST)