News of Thursday, 7th August 2025
અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન - કારકીર્દી માર્ગદર્શન સમારોહ

રાજકોટ તા. ૭ : અનુસુચિત જાતિ કેળવણી મંડળ રાજકોટ શહેર દવરા આગામી તા. ૧૦ ના બપોરે ૧.૫૦ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિના ધો.૮ થી કોલેજ કક્ષાના ૧૧૧૪ વિદ્યાર્થી ભાઇ બહેનોનો ૧૫ મો વિદ્યાર્થી સન્માન અને કારકીર્દી માર્ગદર્શન સમારોહ યોજવામાં આવેલ છે.
રાજયના સમાજ કલ્યાણ અને ન્યાયાધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બારીયાના અધ્યક્ષસ્થાને આયોજીત આ સમારોહમાં પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. ગોરધનબાપુ (બાંદરા) તેમજ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર પૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર (મુંબઇ)ની પ્રેરણાદાયી ઉપસ્થિતી રહેશે.
વિદ્યાર્થીઓને કારકીર્દી વિષયક માર્ગદર્શન આપવા ગાંધીનગરથી કમલેશ રાઠોડ (આઇસીએલએસ, જનરલ મેનેજર ફીનટેક), સુરેન્દ્રનગરથી ડે. કલેકટર નિકુંજકુમાર ધુળા, મુંબઇથી સંગીતકાર શિવરામ પરમાર અને મોરબીથી સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક અતુલકુમાર છાંસીયા ઉપસ્થિત રહેશે.
અતિથિ વિશેષ તરીકે શ્રવણકુમાર બુનકર (સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ), ભરતભાઇ મારવાડી (ટ્રસ્ટી શ્યામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટી, મુંબઇ), મનુભાઇ ધાધલ (ડીરેકટર જીવન કોમર્શીયલ કો-ઓ. બેન્ક), ગુલાબભાઇ પરમાર (જયભીમ ગેસ એજન્સી), અલ્કેશભાઇ આવડા (અનમોલ બાયોટેક), બ્રિજેશ એન. સોલંકી (અતુલ ગેસ એજન્સી), જયદીપભાઇ ગઢયા (ટીજીઇઝેટ કોચીંગ કલાસ), આકાશભાઇ ખાનપરા (દાવત બિવેરીજીસ), ચેતનભાઇ પોકર (જીનીયસ કોમ્પ્યુટર કલાસ), વિજયભાઇ ઝાલેરા (અજન્ટા માર્કેટીંગ), બાબુભાઇ ડાભી (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ), જગદીશભાઇ ભોજાણી (પૂર્વ સભ્ય ન.પ્રા.શિ. સમિતિ), કે. જે. ખાવડુ (સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર પીજીવીસીએલ), કિર્તન કોળી (પ્રમુખ સત્યકામ ફાઉન્ડેશન, મુંબઇ), વિરલભાઇ ચાવડા (નાયબ પર્યાવરણ ઇજનેર), કિશોરભાઇ મહિડા (નિવૃત અધિકારી), પ્રો. ડો. દિપક રાઠોડ (કુંડલીયા મહિલા કોમર્સ કોલેજ), રમેશભાઇ વાણવી (સમાજ અગ્રણી), નવીનભાઇ કનર (નિવૃત્ત ઇજનેર), આનંદભાઇ સોલંકી (વિકાસ અધિકારી એલઆઇસી), વિશાલભાઇ મકવાણા (કેળવણી નિરીક્ષક) ઉપસ્થિત હશે.સમારોહના આયોજનને સફળ બનાવવા મંડળના પ્રમુખ રાઘવજીભાઇ પારઘી, ઉપપ્રમુખ સવજીભાઇ ગોહેલ, મંત્રી ડાયાલાલ સોલંકી, સહમંત્રી રમેશભાઇ દાવડા, ગોવિંદભાઇ માવદીયા, ખજાનચી એમ. જે. ચંદે, સંકલનકાર દિવ્યેશ પરમાર, આનંદ સિંધવ, દેવશીભાઇ પરમાર, મેણંદભાઇ વારજીયા, મોહનભાઇ પરમાર (ઠકકરબાપા છાત્રાલય), અમરશીભાઇ મુછડીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે ગોવિંદભાઇ માવદીયા (મો.૯૦૩૩૩ ૫૩૯૦૩)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ શહેર અનુસૂચિત જાતિ કેળવણી મંડળના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:49 PM IST)










