<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

શરીર સંબંધી ગુનાઓમાં સામેલ સમીર શેખને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો

પાંચ ગુનાઓમાં સામેલ હતોઃ પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ ગમારા, એએસઆઇ રવિભાઇ સહિતે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૭: અલગ અલગ ગુનાઓમાં સામેલ શખ્‍સોને પાસા તળે જેલમાં ધકેલી દેવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ઝુંબેશ અંતર્ગત વધુ એકને પાસામાં મોકલી દેવાયો છે. રૂખડીયાપરા-૫ જીલ્લા જેલ પાછળ રહેતાં સમીર ઉર્ફ ધમો બસીરભાઇ શેખ (ઉ.વ.૨૨)ને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છ.ે

પોલીસ સુત્રોના કહેવા મુજબ સમીર ઉર્ફ ધમકો શરીર સંબંધી ગુના આચરવાની ટેવ ધરાવે છે. આ શખ્‍સ અગાઉ પ્ર.નગરમાં ત્રણ ગુનામાં, યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસમાં બે અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. તેને પાસામાં ધકેલીવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પ્ર.નગર પોલીસે તૈયાર કરતાં તે મંજૂર થઇ હતી.

વોરન્‍ટ બજવણી પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ જે. એન. ગમારા, એએઅસાઇ રવિભાઇ વાઘેલા, હેડકોન્‍સ. જેન્‍તીભાઇ વાવાડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્‍સ. ચાંપરાજભાઇ ખવડ, તોૈફિકભાઇ મંધરા, રીયાઝભાઇ ભીપોત્રા, વનરાજભાઇ બોરીચા, રવિભાઇ ચાવડા, મનિષભાઇ ડાંગર, વિરેન્‍દ્રસિંહ પરમાર અને ભગીરથસિંહે કરી હતી. 

(3:35 PM IST)