<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાના આયોજન અંગે મનપામાં બેઠક

રાષ્ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાનાર આ મિટીંગમાં રાજકોટ શહેરની વિવિધ સંસ્‍થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા

રાજકોટઃ તા. ૭,  રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્‍વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્‍વજના સન્‍માનમાં ‘‘હર દ્યર તિરંગા'' અને ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘હર દ્યર તિરંગા અભિયાન'' તથા ‘‘તિરંગા યાત્રા'' યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે તા.૦૬/૦૮/૨૦૨૪ના રોજ મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને પદાધિકારી ઓ, મ્‍યુનિસિપલ કમિશ્‍નર, અધિકારીઓ રાજકોટ શહેરની વિવિધ સંસ્‍થાઓ, એન.જી.ઓ.,શાળા-કોલેજના પ્રતિનિધિઓ  ઉપસ્‍થિતમાં મિટીંગ યોજવામાં આવી.

 

આ મીટિંગમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, તિરંગો ભારતની શાન છે. ભારતનું ગૌરવ છે. દરેક ભારતીય નાગરિક તિરંગાના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. દેશદાઝ વધુ પ્રબળ બનાવે છે.મિટિંગની શરૂઆતમાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી ચર્ચા કરી અધિકારીઓને આવશ્‍યક સૂચનાઓ આપી હતી. 

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ  ડો. માધવ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન   જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા વગેરેએ સમગ્ર આયોજન અંગેના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા કરી આ ઉજવણીને ભવ્‍યરીતે સફળ બનાવવા માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.આ મીટિંગના પ્રારંભે નાયબ કમિશ્‍નર   હર્ષદ પટેલએ આ ઉજવણી નાં કાર્યક્રમ માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી અંગે વિસ્‍તૃત રૂપરેખા આપી હતી. જયારે સહાયક કમિશનર બી. એલ. કાથરોટિયાએ સમગ્ર મીટિંગનું સંચાલન કર્યું હતું.

રાષ્ટ્રધ્‍વજના ગૌરવ માટે સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અને દરેક દ્યર/ઓફિસ પર તિરંગો લહેરાવવા  મહાનગરપાલિકાના  પદાધિકારીઓ દ્વારા ખાસઅપીલ કરવામાં આવી છે.

આ મિટિંગમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,  શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશ્‍નર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિહ વાળા, ડેપ્‍યુટી કમિશનર  ચેતન નંદાણી, શ્રી હર્ષદ પટેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા

(3:08 PM IST)