<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

જન્‍માષ્‍ટમીની શોભાયાત્રાના ફલોટમાં અવનવા આકર્ષણોઃ ટ્રાન્‍સપોર્ટ એશો.નો સહયોગઃ શનિવારે ગોપી કિશન સ્‍પર્ધા

ગોપી કિશન સ્‍પર્ધામાં ભાગ લેવા માટે કાલ સુધીમાં ફોર્મ ભરી દેજો

રાનકોટ, તા.૭: જન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલય અગત્‍યની બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. જેમા ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસાય સાથે જોડાયેલા આગેવાનો માવજીભાઈ ડોડીયા, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, પરમરાજસિંહ રાણા, હિરેનભાઇ મહેતા, ડી. બી. ગોહેલ, મનુભાઇ રામાણી, દુર્ગેશભાઇ સાકરિયા, સુરેશભાઇ ભંડેરી, નિલેશભાઇ, પ્રશાંતભાઇ ચોલેરા, રાજુભાઇ રાચ્‍છ ઉપરાંત વનરાજભાઈ ગરૈયા, દુશ્‍યંતભાઇ પટેલ, મહામંત્રી પરેશભાઈ રૂપારેલિયા, નીતિશભાઈ કથીરિયા, વિનોદભાઈ પેઢડિયા, રાહુલભાઈ જાની, મહેશભાઈ ડોડીયા, ચમનભાઈ સિંધવ તથા અનેકવિધ ટ્રાન્‍સપોર્ટરોની બહોળી સંખ્‍યામાં જન્‍માષ્ટમી મહોત્‍સવની તૈયારિઓ માટે બેઠક મળી હતી. બેઠકમા તમામ ટ્રાન્‍સપોર્ટરો દ્વારા આ વખતની જન્‍માષ્ટમીની ધર્મ યાત્રામાં જેટલા જોઈએ તેટલા વાહનોની અંદાજે ૧૦૦ થી વધુની વ્‍યવસ્‍થા કરવામાં આવશે તેવો દરેક ટ્રાન્‍સપોર્ટરોનો જોમથી એક સૂર હતો. આ વર્ષ ની શોભાયાત્રાનએ લઈને તમામ આગેવાનો મા અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. હાજર તમામ આગેવાનોએ ફ્‌લોટ શુષોભન માટેના વાહનો ના ખર્ચને ની વ્‍યવસ્‍થા કરી આપવા માટેની પણ તૈયારી બતાવી હતી. સમાજના તમામ વર્ગો ના લોકો, મંડળો, સંગઠનો, સંસ્‍થાઓ વગેરે આ શોભાયાત્રા મા જોડાય તેવા પ્રયત્‍નો કરવામા કોઇ કસર બાકી ન રહે. જે કોઇ સંસ્‍થા કે મંડળોએ ફ્‌લોટ શુષોભન માટે વાહનની જરુરીયાત હોય તેઓને વાહનની વ્‍યવસ્‍થા કરી આપવામા આવશે. તેવા તમામ મંડળોને કાર્યાલયે પંજીકરણ કરાવવા મંત્રી શ્રી પરેશભાઇ દ્વારા જાહેર આહવાન કરવામા  આવ્‍યુ હતુ. તેમા રામાણી રોડવેઝ,  RJT રોડવેઝ, સુવિધા ટ્રાન્‍સપોર્ટ, સદગુરુ ટ્રાન્‍સપોર્ટ, શ્રમ શ્રદ્ધા ટ્રાન્‍સપોર્ટ, બંસલ કાર્ગો, રઘુવિર ટ્રાન્‍સપોર્ટ, રામનાથ રોડવેઝ, યાદવ ટ્રાન્‍સપોર્ટ, હિરેનભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા, જામનગર ટ્રાન્‍સપોર્ટ, કૌશિકભાઇ ટાયરવાળા, ભાવના  ટ્રાન્‍સપોર્ટ, લક્ષમી ટ્રાન્‍સપોર્ટ, ભાવના રોડવેઝ, કિશોરભાઇ, ક્રિષ્‍ણ ક્રુપા, નિલકંઠ વર્ણી, અજંતા ટ્રાન્‍સપોર્ટ, રોહિત ટ્રાન્‍સપોર્ટ, PMP ટ્રાન્‍સપોર્ટ, ઔટો ટ્રાન્‍સપોર્ટ, ગજાનન રોડવેઝ, સાઇક્રુપા રોડવેઝ, હરેશ ટ્રાન્‍સપોર્ટ, શાહ ટ્રાન્‍સપોર્ટ, ઓમશક્‍તિ ટ્રાન્‍સપોર્ટ, રણજીત ટ્રાન્‍સપોર્ટ, પ્રિતી ટ્રાન્‍સપોર્ટ, શિવમ ટ્રાન્‍સપોર્ટ, ગ્‍ફસ્‍ ટ્રાન્‍સપોર્ટ, વૈભવ રોડવેઝ, અલ્‍પેશ રોડવેઝ, રાજધાની ટ્રાન્‍સપોર્ટ, મહેશભાઇ માવજીભાઇ ડોડીયા, માંડવરાયજી ટ્રાન્‍સપોર્ટ, ઓમ ટ્રાન્‍સપોર્ટ, દિપક ટ્રાન્‍સપોર્ટ, રાજકોટ ગોલ્‍ડન ટ્રાન્‍સપોર્ટ, શ્રી ટ્રાન્‍સપોર્ટ, નંદા ટ્રાન્‍સપોર્ટ, KK ટ્રાન્‍સપોર્ટ, વ્‍યંકટેશ ટ્રાન્‍સપોર્ટ, નારાણજી પેરાજ ટ્રાન્‍સપોર્ટ, LMT ટ્રાન્‍સપોર્ટ, ગ્‍લોબ ટ્રાન્‍સપોર્ટ, માતર્ગ ઓટોમોબાઇલ, સર્વોદય ટ્રાન્‍સપોર્ટ, રાધાક્રુષ્‍ણ ટ્રાન્‍સપોર્ટ, કિશાન ટ્રાન્‍સપોર્ટ, સંજય ટ્રાન્‍સપોર્ટ, જલારામ ટ્રાન્‍સપોર્ટ, યદુનંદન ટ્રાન્‍સપોર્ટ, ઉપરાંત અન્‍ય ટ્રાન્‍સપોર્ટરોનો સહયોગીમાં સમાવેશ થાય છે. આ તમામ આગેવાનોના સહયોગથી જન્‍માષ્ટમી શોભાયાત્રા ને ભવ્‍ય અને વિશાળ બનાવવામા ખુબ મોટુ યોગદાન ગણાશે તેમ કાર્યાલય સંચાલક ધનરાજ રાઘાણી, દિલિપભાઇ દવે, રાજુ ભાઇ ઉમરાણીયા, કિશન સેલાર અને પંકજ તાવિયાએ જણાવ્‍યુ હતુ.

ઉપરાંત ગોપી કિશન સ્‍પર્ધાના જવાબદાર જય બોરીયા અને રમાબેન હેરભાના કહેવા મુજબ આ સ્‍પર્ધામા વિશાળ સંખ્‍યામા બાળકો ભાગ લ્‍યે તેના માટે રાજકોટની તમામ શાળાઓનો સમ્‍પર્ક કરવામા આવ્‍યો છે અને બનતા તમામ પ્રયત્‍નો કરવામા આવી રહ્યા છે. આ સ્‍પર્ધા થકી બાળકોમાં આપણા આદર્શે ચરિત્રો અને સંસ્‍કળતિના સંસ્‍કારોનું સિંચન થતુ હોય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ આ સ્‍પર્ધામા ભાગ લેવા માટે વાલિઓમા ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અનેક ફોર્મ ભરાઇને આવિ ગયા છે. ઉપરાંત આવતી કાલે તા. ૮ ઓગસ્‍ટ સાંજે ૬ વાગ્‍યા સુધીમા આ સ્‍પર્ધા માટેનુ પંજીકરણ ચાલુ છે. તો હજી પણ એક દિવસ બાકી હોવાથી તમામ ધર્મ પ્રેમી લોકોને મોટી સંખ્‍યામા ભાગ લેવા જણાવવામા અવ્‍યુ હતુ.

(3:09 PM IST)