<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ સાઉથ ઝોનના કાર્યાલયનો કોઠારીયા વિસ્‍તારમાં ધમાકેદાર પ્રારંભ

નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓના હસ્‍તે કાર્યાલય ખુલ્લુ મૂકાયું

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે સુરક્ષિત અને સ્‍વચ્‍છ વાતાવરણમાં માતાજીના નવલા નોરતા દરમિયાન ગુજરાતભરમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે ત્‍યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. રાજકોટ શહેરમાં પણ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા અલગ અલગ ચાર ઝોનમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ યોજાશે. જે માટે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ સાઉથ ઝોનના કાર્યાલયનો રાજકોટ શહેરના કોઠારિયા વિસ્‍તારમાં ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર રોલેક્ષ રોડ પર આવેલા શાશ્વત વર્લ્‍ડ કોમ્‍પલેક્ષના ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ સાઉથ ઝોનના કાર્યાલયને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ રિબીન કાપી દિપ પ્રાગટય કરીને શુભારંભ કરાવ્‍યો હતો. નાની બાળાઓ દ્વારા સૌ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સાઉથ ઝોન નવરાત્રિ મહોત્‍સવના કાર્યાલયેથી હવે ખેલૈયાઓ પાસ બુકિંગ કરી શકશે.

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ સાઉથ ઝોનના કાર્યાલયના શુભારંભ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્‍ટીશ્રીઓ તુષારભાઈ લુણાગરીયા, જીતુભાઈ વસોયા, ચિરાગભાઈ સિયાણી, પ્રવિણભાઈ આંબલીયા, ચિમનભાઈ હપાણી, ભરતભાઈ પીપળીયા, બાબુભાઈ ટોપીયા, મનીષભાઈ વસોયા, જીતુભાઈ સિયાણી, મનસુખભાઈ વેકરીયા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્‍યગોવિંદભાઈ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, મનપા દંડક મનીષભાઈ રાડીયા, મનપા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટરો વિનુભાઈ ઘવા, સંજયસિંહ રાણા, સંદિપભાઈ ગાજીપરા, રવજીભાઈ મકવાણા, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિદ્ધપરા, દક્ષાબેન વાઘેલા, કિર્તીબા રાણા, રસીલાબેન સાકરીયા, મંજુબેન કુગશીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ નસીત, રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૪, ૧૫, ૧૬,૧૭, ૧૮ના શ્રી ખોડલધામ સમિતિના કન્‍વીનરો, સહ કન્‍વીનરો, ખોડલધામ યુવા સમિતિ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, નવરાત્રિ મહોત્‍સવના સ્‍વયંસેવકો ઉપસ્‍થિત રહ્યા હતા.  

(3:22 PM IST)