<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

રેલનગરમાં હોમગાર્ડ જવાનને છરી બતાવી ટુવ્હીલર લૂંટનાર જાવેદ ઉર્ફ જાવલો ઝડપાયો

ક્રાઇમ બ્રાંચે નામીચા શખ્સને દબોચી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૭ઃ શહેરના રેલનગર વિસ્તારમાં રાત્રિના સમયે નામચીનની છાપ ધરાવતાં શખ્સે હોમગાર્ડ જવાનને આંતરી છરી બતાવી તેનું ટુવ્હીલર લૂંટી લીધુ હતું. આ અંગે પ્ર.નગરમાં ગુનો નોîધાયા બાદ આ શખ્સ ફરાર હોઇ તેને ક્રાઇમ બ્રાંચે પડકી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. આ ગુનામાં ઍક માસથી ફરાર જાવીદ ઉર્ક જાવલો કરીમભાઇ કાથરોટીયાને પકડી લેવાયો છે. 
આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કીશનભાઈ શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ. ૨૪ રહે. શ્રધ્ધા રેસીડેન્સી બ્લોક નં ૨ ૯, પરીવાર મોલ પાસે, રેલનગર રાજકોટ) દ્વારા ગત તા૯-૭ના રોજ ફરિયાદ નોîધાવાઇ હતી.  જેમાં  આરોપી તરીકે છત્રપતિ ટાઉનશીપ રેલનગરમાં રહેતા જાવીદ ઉર્ફે જાવલો કરીમભાઇ કાથરોટીયા અને લખન કામેજળીયાના નામ આપ્યા હતાં.
હોમગાર્ડ જવાન અને ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ તૌફીકભાઈ મંધરા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા .દરમિયાન રેલનગર વીસ્તારમા પહોîચતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામા નાસ્તો ફરતો અને વાંકાનેર પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામા ફરાર આરોપી જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઈ કાથરોટીયા રોડ ઉપર બેસેલ હોય પકડવા જતાં તે ભાગી ગયો હતો. જા કે તેનું વાહન પોલીસના હાથમાં આવી ગયું હતું. બાદમાં હોમગાર્ડ જવાન રાતે નોકરી પુરી કરી પરત ઘરે જતાં હતાં ત્યારે જાવલા સહિતે આંતરી તમારા કોન્સ્ટેબલે મારુ બાઇક જપ્ત કર્યુ ઍ કહેજે આપી જાય કહી છરી બતાવી હોમગાર્ડનું બાઇક લૂંટી લીધુ હતું. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ સી.ઍચ.જાદવની રાહબરી હેઠળ પીઍસઆઇ ઍ.ઍન.પરમાર તથા તેમની ટીમે જાવીદ ઉર્ફે જાવલાને ઝડપી લીધો છે. 

(3:28 PM IST)