તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સહ અધ્યક્ષ તરીકે રાજકોટના જાણીતા એડવોકેટ દિલીપ પટેલની નિમણુંક
છેલ્લા ર૦ વર્ષથી બાર કાઉ. સાથે સંકળાયેલ દિલીપ પટેલની ઉંચી ઉડાનઃ વકીલોમાં ખુશીની લહેર

રાજકોટ તા. ૮: ગુજરાતના જાણીતા ધારાશાષાી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ગુજરાત ભરના વકિલોના મતદાનમાં પ્રથમ ક્રમાંકે આવનાર જાગળત બાર કાઉન્સીલના સભ્ય અને પૂર્વ ચેરમેન દીલીપ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની જનરલ કાઉન્સીલ મીટીંગમાં દીલીપ પટેલની નિમણુક કો.ચેરમેન, સહ-અધ્યક્ષ તરીકે કરતા ગુજરાતના વકિલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે.
વકિલોના કોઈ પણ પ્રશ્ને લડતા અને વકિલોના હમદર્દ અને હમસફર જાગળત સાથી દીલીપ પટેલ દ્વારા બાર કાઉન્સીલની છેલ્લે બે-બે ટર્મ સૌથી વધુ મતથી જીતનાર સભ્ય બનેલ હતા અને છેલ્લા ૨૦ વર્ષથી બાર કાઉન્સીલના વિવિધ હોદા ઉપર રહી ચુકેલા છે. રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોમાં દીલીપ પટેલનો ખૂબ જ આદર છે.
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નિમણુક થયા બાદ ભારતના વિવિધ બાર કાઉન્સીલો તથા વિવિધ રાજયોમાં જઈ અને વકિલો માટે પ્રવાસ કરેલો હતો. સાથે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના તમામ મેમ્બરો તથા ચેરમેન સાથે ખૂબ જ નીકટના સંબંધો કેળવી અને તમામ બી.સી.આઈ.ના મેમ્બરોમાં લોકપ્રિય બનેલ એવા દીલીપ પટેલની સહ અધ્યક્ષ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા જેવી ૨૩ લાખ વકિલોની સંસ્થામાં નિમણુક થતા તમામ વકિલોમાં યોગ્ય વ્યકિતને નિમણુક આપેલ હોવાનું માનેલ છે.બાર કાઉન્સીલ હોદ્દા, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા હોય કે કોઈપણ બાર એસોસીયેશન હોય કે કોઈ પણ વકિલ હોય તેના માટે રાત દીવસ, તડકો-છાયો જોયા વગર મદદે જનાર દીલીપ પટેલને ચારે કોરથી અભીનંદનની વર્ષા થઈ રહેલ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાંકીત પ્રખર ધારાશાષાી અભય ભારદ્વાજની સાથે વકિલાતમાં ડગ માંડનાર દીલીપ પટેલે વકિલાત સાથે રાજકિય કારકિર્દી પણ સફળતા પૂર્વક પાર પાડેલ હતી. માન.શ્રી વજુભાઈ વાળા, સ્વ.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મંત્રીશ્રી ગોવીંદભાઈ પટેલ સાથે ભા.જ.૫.માં કોર્પોરેટર તરીકે જંગી લીડથી ચુંટાઈ અને વોર્ડના કાર્યકર્તામાં લાગણી ઉભી કરેલ હતી.
આ ઉપરાંત બાર કાઉન્સીલની સાથે ગુજરાત લીગલ સેલના સહ કન્વીનર તરીકે કન્વીનર જે.જે. પટેલ સાથે છેલ્લા ૧૬ વર્ષ ગુજરાતમાં વકિલોમાં ભાજપ તરફી વાળવામાં અને બાર એસોસીયેશનમાં ભાજપની પેનલને બહુમતીથી ચૂંટી અને ભાજપમાં વકિલોને ભેળવેલ હતા. વકિલોના હમદર્દ, હમસફર અને પોતીકા દીલીપ પટેલને વકિલો અભીનંદન પાઠવી રહેલ છે.
(11:38 AM IST)










