તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
બેડીમાં બેંગલુરૂના દંપતિએ રેસ્ટોરન્ટ સંચાલક ઉદયભાઇ તથા મારવાડી કોલેજના ૫૬ છાત્રોને ૩૮.૧૭ લાખનો ચૂનો લગાવ્યો
મોરબી રોડ પર રહેતાં અને બેડીમાં રેસ્ટોન્ટ ચલાવતાં યુવાન પાસેથી પી. સૂર્યનારાયણ ઉર્ફ વિક્ટર રેડ્ડી અને તેની પત્નિ અર્ચનાએ હોસ્ટેલની જગ્યા ભાડે રાખી ઠગાઇ આચરી : અન્ય બે વેપારીને પણ હોસ્ટેલ ભાડેથી આપવાના નામે ૫-૫ લાખ ઉઘરાવી લીધાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા. ૮: બેડી માર્કેટ યાર્ડ સામે દેવદ્વારકાધીશ રેસ્ટોરન્ટના સંચાલક યુવાન પાસેથી તેની હોસ્ટેલની જગ્યા બેંગ્લુરૂના દંપતિએ મહિને ૧,૧૧,૦૦૦ના ભાડેથી મેળવી બાદમાં આ હોસ્ટેલમાં મારવાડી કોલેજના છાત્રોને ભાડેથી રાખી તેમજ જમવાની પણ વ્યવસ્થા કરી ૫૬ છાત્રોની ફીના રૂા. ૨૪,૨૩,૦૦૦ અને હોસ્ટેલની જગ્યાના માલિકને ચાર મહિનાનું ભાડુ ન ચુકવી ૪,૪૪,૦૦૦ તેમજ અન્ય બે લોકોને હોસ્ટેલ ભાડેથી આપવાના નામે બંને પાસેથી ૫-૫ લાખ ઉઘરાવી આ દંપતિ કુલ રૂા. ૩૮,૬૭,૦૦૦ ઉસેડી ભાગી જતાં દેકારો મચી ગયો છે. કુવાડવા પોલીસ સુધી મામલો પહોંચતા તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ રામ પાર્ક મેઇન રોડ પર સપના પાન સામે રહેતાં ઉદયભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી કર્ણાટકના બેંગલુરૂમાં થીરૂમેનાહાલી જાફુર કેએનએસ કોલેજ સામે રહેતાં પી. સૂર્યનારાયણ રેડ્ડી ઉર્ફ વિક્ટર ઓભુલ રેડ્ડી અને તેના પત્નિ અર્ચના પી. સૂર્યનારાયણ રેડ્ડી વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છ.ે ઉદયભાઇ મકવાણા-ભરવાડ પરિવાર સાથે રહે છે અને બેડી યાર્ડ સામે દેવદ્વારકાધીશ નામની હોસ્ટેલ તથા રેસ્ટોરન્ટ ધરાવી વેપાર કરે છે.
ઉદયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૨૧/૧૧/૨૪ પહેલા ત્રણેક માસ અગાઉ મારી હોટલે પી. સૂર્યનારાયણ રેડ્ડી ઉર્ફ વિક્ટર અવાર-નવાર ચા-પાણી પીવા આવતો હોઇ વાતચીત દરમિયાન તેણે મને પુછેલુ કે તમારે ભાગમાં હોસ્ટેલ કરવી છે? જેથી મેં કહેલુ કે આ મારો વિષય નથી. તો મને કહેલુ કે રેન્ટ પર તમે જગ્યા આપશો? જેથી મેં વિચારીને જવાબ આપીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ તા. ૨૧/૧૧/૨૪ના બપોરે બારેક વાગ્યે તે મારી હોટલે આવેલ અને ફરીથી પુછ્યું હતું કે મને રેન્ટ પર કયા ભાવથી આપશો? જેથી મેં કહેલુ કે મહિને ૧ાા લાખ રૂપિયો ભાડુ થશે અને અગીયાર મહિનાનું એગ્રીમેન્ટ કરવું પડશે.
આથી તેણે મહિને ૧ાા લાખ નહિ પણ ૧ લાખ ૧૧ હજાર ભાડુ આપશે તેમ કહેતાં મેં હા પાડી હતી. બાદમાં ૨૩/૧૧ના રોજ અમે બંને ફરી ભેગા થયા હતાં. આ વખતે વકિલ પાસે અગ્રીમેન્ટ કરાવ્યુ઼ હતું. ત્યારથી મારી હોસ્ટેલ આ વિક્ટર ઉર્ફ પી. સૂર્યનારાયણ રેડ્ડી ચલાવતો હતો. તેની સાથે તેની પત્નિ અર્ચના પણ આ હોસ્ટેલનું સંચાલન સંભાળતી હતી. આ બંને આંધ્રા રૂચુલુ હોસ્ટેલના નામે ભાડેથી હોસ્ટેલ ચલાવતાં હતાં. જેમાં મારવાડી કોલેજમાં ભણતા છાત્રો રહેતાં હતાં. જેની સંખ્યા આશરે ૫૬ આસપાસ હતી. આ તમામ છાત્રોની રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા પી. સૂર્યનારાયણ ઉર્ફ વિક્ટર રેડ્ડી અને તેની પત્નિ અર્ચના રેડ્ડી સંભાળતા હતાં. જમવાનું બનાવવા માટે ફૂડ લાયસન્સ અર્ચના રેડ્ડીના નામે લેવાયુ હતું.
શરૂઆતમાં આ દંપતિ મને સમયસર પેમેન્ટ એટલે કે મારુ ભાડુ આપી દેતાં હતાં. પરંતુ છેલ્લા ચાર મહિનાથી મને ભાડુ આપ્યું નહોતું. હું ભાડુ લેવા હોસ્ટેલ ખાતે જતો ત્યારે રડ્ડી અને તેના પત્નિ કહેતા કે હોસ્ટેલમાં હજુ છાત્રોની ફી જમા થઇ નથી, આથી તમારુ ભાડુ ચુકવવામાં મોડુ થયું છે. અમે ફી આવતાં જ ભાડુ આપી દઇશું તેમ કહેતાં હતાં. બાદમાં ૨૪/૭/૨૫ના રોજ સાંજે છએક વાગ્યે રેડ્ડી અને તેના પત્નિ અર્ચના પાસે ફરીથી હું ભાડુ લેવા હોસ્ટેલ ખાતે જતાં ખબર પડી હતી કે આ પતિ-પત્નિ હોસ્ટેલથી નીકળી ગયા છે અને ફોન પણ બંધ છે. મારા ચાર મહિનાના ભાડાના રૂા. ૪,૪૪,૦૦૦ મારે લેવાના હતાં. આ રકમ તેમજ વિદ્યાર્થીઓએ રહેવા, જમવા માટે આપેલી ફીની રકમ કુલ રૂા. ૨૪,૨૩,૦૦૦ તેમજ આ દંપતિએ ગંગાધર ભુમૈયા જોગાને સાઉથ ઇન્ડિયન કેન્ટીન ચલાવવા આપી હતી તેના ૫,૦૦,૦૦૦ અને અન્ય એક આદિત્ય રાજકમલસિંગને પણ હોસ્ટેલ ભાડે આપવાની લાલચ દઇ તેના રૂા. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂા. ૩૮,૬૭,૦૦૦ની ઠગાઇ કરી ભાગી ગયાની ખબર પડી હતી.
જે છાત્રોએ રકમ ગુમાવી છે તેમાં એમ મોહન રૂ.૩૦ હજાર, અભી રૂ.૨૦ હજાર, એ એસ કિહોરે રૂ.૪૦ હજાર, પી.નેની રૂ.૪૦ હજાર, ગીથુ રૂા.૧૦ હજાર, મનોજ સાંઇ રૂ.૮ હજાર, નીચી રૂ. ૧૦ હજાર, લકી રૂ. ૧૦ હજાર, ચીન્ટુ રૂ.૪૦ હજાર, રાહુલ રૂ.૫૦ હજાર, સાંઇ રીતીક રૂ.૯૦ હજાર, અભિરામ રૂ.૯૦ હજાર, પવન રૂ.૩૫ હજાર, વિશ્વાસ રૂ.૫૦ હજાર, વિશ્વા ૫૦ હજાર, સાઇભારત ૫૦ હજાર, વારાપ્રસાદ ૫૦ હજાર, ચરણ ૫૦ હજાર, પવન ૫૦ હજાર, બારથ ૫૦ હજાર, અશોક ૫૦ હજાર, ચંદુ ૫૦ હજાર, નાગા હિસોરે ૫૦ હજાર, હેમંથ ૫૦ હજાર, કિરણ ૫૦ હજાર, નરેન્દ્ર ૫૦ હજાર, ગોપી ૪૦ હજાર, અનિલ ૪૦ હજાર, જગદીશ ૪૦ હજાર, સાઇ ૪૦ હજાર, સંદિપ ૪૦ હજાર, ગોપાલ ૪૫ હજાર, આદિત્યા ૫૦ હજાર, કે. ચંદુ ૫૦ હજાર, સુજય ૫૦ હજાર, ચંદુ ૫૦ હજાર, સુજય ૫૦ હજાર, ગણેશ ૫૦ હજાર, મણી ૪૫ હજાર, સુભાષ ૫૦ હજાર, તનુષ ૪૩ હજાર, રાકેશ ૨૦ હજાર, અજય ૫૦ હજાર, ભરથ ૫૦ હજાર, અજીત ૫૦ હજાર, ડથુ ૫૦ હજાર, જગન ૩૦હ જાર, દુરબાબુ ૩૦ હજાર, મની ૫૦ હજાર, પી. ચીન્ટુ ૩૦ હજાર, બન્ની ૪૫ હજાર, ઇમરાન ૪૫ હજાર, પુરણ ૪૭ હજાર અને એચ. એસ. સ્વામી ૪૫ હજારનો સમાવેશ થાય છે.
તેમજ આ રેડ્ડી દંપતિએ હોસ્ટેલની બાજુમાં સાઉથ ઇન્ડિયન કેન્ટીન ધરાવતાં ગંગાધર ભુમૈયા જોગાને પણ હોસ્ટેલ ભાડે આપવાના નામે તેની પાસેથી ૫ લાખ લઇ લીધા હતાં. તેમજ આદિત્ય રાજકમલસિંગને પણ હોસ્ટેલ ચાલુ કરાવી આપના નામે ૫ લાખ મેળવી લઇ છેતરી લીધો હતો. આમ આ દંપતિ કુલ ૩૮,૬૭,૦૦૦ની રકમ લઇ ભાગી જતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ આર. કે. સામુદ્રેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરાયેલા તમામ વિદ્યાર્થીઓ મોટા ભાગે દક્ષિણ ભારતના છે અને તમામ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
(2:38 PM IST)










