<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

બીડી-બાકસ લેવા નીકળેલા ગંજીવાડાના વૃધ્‍ધ મનુભાઇ ખાખરીયાનું ‘હિટ એન્‍ડરન'માં મોત

યાર્ડ નજીક ગમારા પંપ પાસે રાતે બનાવઃ અજાણ્‍યા વાહનચાલકની શોધ

રાજકોટ તા. ૮: હિટ એન્‍ડ રનને કારણે મૃત્‍યુના વધુ એક બનાવમાં એક વૃધ્‍ધનું મોત થયું છે. શહેરના માર્કેટ યાર્ડ નજીક ગમારા પેટ્રોલ પંપ સામેના રસ્‍તા પર ચાલીને જઇ રહેલા વૃધ્‍ધને અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ગંજીવાડા શેરી નં. ૬માં રહેતાં મનુભાઇ રામજીભાઇ ખાખરીયા (ઉ.વ.૬૮) ગત રાતે અગીયાર વાગ્‍યા આસપાસ માર્કેટ યાર્ડ નજીક ગમારા પંપની સામેના ભાગે હાઇવે પર રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે કોઇ વાહનચાલક ઉલાળીને ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેશભાઇ ચાવડાએ આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ કારખાનામાં મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે બે બહેન અને છ ભાઇમાં બીજા હતાં. રાતે તેઓ ઘરેથી ચાલીને બીડી-બાકસ લેવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. (

(2:02 PM IST)