તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસની મનોદિવ્યાંગ બાળકો સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી
પુજીત રૂપાણી ટ્રસ્ટ અને રૂપાણી પરિવાર દ્વારા ‘વિજય વ્હાલ સંગમ'નું સુંદર આયોજન : મેડિકલ ચેકઅપ, રમતગમત અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ : કુદરતે જેને અકાળે છીનવી લીધા છે તેવા સૌના લાડીલા પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના સપૂત શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસની પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રૂપાણી પરિવાર દ્વારા આ વખતે કાલાવડ રોડ, અવધ માર્ગ ઉપર આવેલ સિઝન્સ હોટલ ખાતે ‘વિજય વ્હાલ સંગમ' કાર્યક્રમ યાજવામાં આવ્યો હતો. મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે શ્રી વિજયભાઈ અપાર લાગણી ધરાવતા હતા અને તેમની સાથે ઘણીવાર સમય વિતાવતા હતા. વિજયભાઈના અકાળે નિધન બાદ આ મનોદિવ્યાંગ બાળકો પણ તેમના પાલક છીનવાઈ ગયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. તેમની લાગણી હૃદયમાં રાખી ‘વિજય વ્હાલ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાથે સાથે તેમના આરોગ્યની તપાસણી માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટના નામાંકિત ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન અંતર્ગત ઓર્થોપેડીક ડો.ભાવિન ગંગાજળિયા, ડો.જીત ગાંધી, એમ.ડી. ફિઝિશિયન ડો.રિદ્ધિ મહેતા, ડો.રૂપાલી મહેતા, (એમબીબીએસ એમડી ફિઝિશિયન એન્ડ કર્મજ્ઞાન યોગા એક્સપર્ટ) ડો.રાજીવ મિશ્રા, બાળરોગ નિષ્ણાંત ડો.નિખિલ શેઠ, ડર્મેટોલોજીસ્ટ ડો.ચેતન લાલસેતા, ડો.એશ્વર્યા ગજ્જર, કાન-નાક-ગળા નિષ્ણાંત ડો.વૈભવ વાપલિયા, દંતરોગ નિષ્ણાંત ડો.બિંદન શાહ, ડો.સેજલ શાહ, તથા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ કોલેજ તથા તથા આર્યવીર હોમીયોપેથીક તથા એચ. એન. શુક્લા હોમીયોપેથી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, મેડીકલ ઓફિસર્સ, ર્નસિંગ સ્ટાફ તથા ફાર્મસીમાં મયુરસિંહ જાડેજા, સત્યેનભાઇ પટેલ અને તેમની ટીમે માનદ સેવાઓ આપી હતી. કેમ્પમાં તમામ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ સાથે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના સહયોગથી દર્દી વિકલાંગ બાળકોને દવા પણ આપવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પ બાદ બાળકોના મનોરંજન માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ. તેમાં પણ અવનવી રમતો ક્રિકેટ બાસ્કેટબોલ વગેરે રમાડવામાં આવેલ. રમતગમત માટે ફનવર્લ્ડના સંચાલક પ્રદીપસિંહ ઝાલાનો સહયોગ મળ્યો હતો. રમત ગમત ઉપરાંત બાળકોને કાર્ટૂન કેરેક્ટર સાથે અવનવી ઇલેક્ટ્રોનિક રમતો પણ રમાડવામાં આવેલ. આ રમતોમાં રૂપાણી પરિવારના શ્રીમતી અંજલીબેન, રાધિકાબેન તથા ઋષભ રૂપાણી ઉપરાંત અન્ય પરિવારજનો પણ સામેલ થયા હતા. રમત ગમત સાથે મ્યુઝિક સ્પીકરના સહારે લોકગીતો અને લોકપ્રિય ગુજરાતી ગીતો સાથે દિવ્યાંગ બાળકો નાચી ઉઠયા હતા. રમત ગમત બાદ તમામ બાળકો માટે હોટલમાં જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. ભોજન બાદ તમામ બાળકોને હૃદયસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીના સ્મરણાર્થે ગીફ્ટ હેમ્પર્સ પણ આપવામાં આવેલ. રાજકોટની જુદી જુદી વિકલાંગ સંસ્થા જેવી કે માનસિક ક્ષતિ વાળા બાળકોનું ગળહ, પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડસ, સ્નેહ નિર્જર, મનો દિવ્યાંગ બહેનો માટેનું આશ્રય ગળહ, એક રંગ માનસિક ક્ષતિ વાળી બહેનો આવાસિત તથા તાલીમ સંકુલ, જીનિયસ સ્કૂલના અંદાજે ૩૦૦ જેટલા બાળકોને ટ્રસ્ટ દ્વારા બસમાં કાર્યક્રમ સ્થળે લાવવામાં તેમજ તેમની સંસ્થાએ પરત પહોંચાડવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સર્વશ્રી સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, શ્રીમતી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, બીજેપી પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ગળહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, કોર્પોરેટર મનીષભાઈ રાડિયા, નેહલભાઈ શુક્લ, કેતનભાઇ, અલ્પેશભાઈ મોરઝરીયા, શ્રીમતી શિલ્પાબેન શાહ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, કાશ્મીરાબેન નથવાણી, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, કશ્યપભાઈ શુક્લ ઉપરાંત જાણીતા શિક્ષણવિદ રશ્મિકાંતભાઈ મોદી, કળષ્ણકાંતભાઈ ધોળકિયા, ડી.વી.મહેતા, ડો.અમિતભાઈ હાપાણી, ડો.બબીતાબેન હાપાણી, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, ડો.વિજયભાઈ દેસાણી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સહકારી બેન્કના આગેવાન જ્યોતીન્દ્રભાઈ મહેતા, મીરાબેન મહેતા, જાણીતા ધારાસભ્ય અંશભાઈ ભારદ્વાજ, ભાજપ અગ્રણી દિનેશભાઈ કારિયા, વોરા સમાજ અગ્રણી મુન્નાભાઈ સાદીકોટ, રામકળષ્ણ આશ્રમ રાજકોટના પ. પુ. નીખેલશ્વરાનંદજી ઉપરાંત સંતો મહંતો, જુનાગઢ આયુર્વેદ પ્રાધ્યાપક ડો.વિવેકાનંદ સર તથા સોનમબેન ભીંડે, જૂનાગઢ મહાનગરન પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગોરધનભાઈ રૂપારેલીયા, કોર્પોરેટર શૈલેષભાઈ દવે, ડિસ્ટ્રીક બેંક ઓફ ડાયરેક્ટર ડોલીબેન અજમેરા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ ભટ્ટ વગેરે જુનાગઢથી ખાસ આ કાર્યક્રમમાં પધારી આશિર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત બહુ ટૂંકાગાળામાં કાર્યક્રમના આયોજનમાં ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, રાજેશભાઈ રૂપાણી મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત રાધિકાબેન રૂપાણી, ઋષભભાઈ રૂપાણી, અદીતીબેન રૂપાણી, મીત્સુબેન વ્યાસ, વંદનાબેન ભારદ્વાજ, વિરલભાઈ રૂપાણી, સમકીતભાઈ શાહ, મિહિરભાઈ રૂપાણી, નીતાબેન રૂપાણી, દેવ રૂપાણી, શૈલેષભાઈ માંડલિયા તથા નીરજભાઈ પાઠક, નીષ્ઠાબેન ભારદ્વાજ, નિયંતભાઈ ભારદ્વાજ, ગીતાબેન તન્ના, ડો.લીનાબેન શુક્લ, ડો.કલપ્રીતભાઈ સંઘવી, ડો.મંજુનાથ, કાર્યકર્તા સર્વશ્રી જયેશભાઈ ભટ્ટ, જયસુખભાઈ ડાભી, કે.બી. ગજેરા, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, મુકેશભાઈ મહેતા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, હરેશભાઈ ચાચીયા, ઉમેશભાઈ કુંડલીયા, દિલીપભાઈ મિરાણી, ડો.નયન શાહ, એન. જી. પરમાર, કનુભાઈ હિંડોચા, રમેશભાઈ જોટંગીયા, પ્રવીણભાઈ ખોખર, નીરદભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પરમાર, રાજાણીસર વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કોઓર્ડીનેટર સાગરભાઇ પાટીલ કર્મચારીઓ પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, પ્રવીણભાઈ વેકરીયા, અનિલભાઈ ચાવડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(2:16 PM IST)










