તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતોમાં યુપીઆઇએન આધારિત ઓટો મ્યુટેશનની સુવિધા
મહેસૂલ વિભાગની પહેલથી મિલકતનો સિટી સર્વે રેકર્ડમાં ઉમેરો થઈ જશે

અમદાવાદ તા.૮: શહેરી વિસ્તારની પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતોમાં પુનિક પ્રોપ્રટી આઈડેન્ટિફિકેશન નંબર (યુપીઆઈએન) આધારિત ઓટોમ્યુટેશન (ફેરફાર સાથે ઉમેરો) થાય તેવી નવી સુવિધા મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા ૭ ઓગસ્ટે જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં લેખની નોંધણી ગરવી પોર્ટલ મારફતે કરવામાં આવે છે. હાલ ખેતીની મિલકતના તબદિલીના લેખની સબ રજિસ્ટ્રાર પાસે નોંધણી થયા બાદ તેના મહેસૂલી રેકર્ડમાં ઓટો મ્યુટેશન થાય છે. જેથી પક્ષકારને લેખની નોંધણી ભાદ નોંધ પડાવવા મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેતી નથી. બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન-૨૦૨૪ અંતર્ગત કરાયેલા સૂચન મુજબ વિવિધ વિભાગોની ઓનલાઈન સિસ્ટમ-પોર્ટલની ઇન્ટિગ્રેશન માટે ઉપયોગી થઈશકે તે હેતુથી મહેસૂલ વિભાગ દ્વારા યુપીઆઇએ યુનિક આઈડેન્ટિફાયરની સુવિધા વિકસાવાઈ છે. સિટી સર્વે કચેરી દ્વારા મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં યુપીઆઈએનની વિગતો દર્શાવાઈ છે. તેથી શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ ધરાવતી મિલકતોમાં યુપીઆઈએન આધારિત ઓટો મ્યુટેશન થાય તેવી નવી સુવિધા શરૂ કરાઈ છે. તેથી નાગરિકોને શહેરી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ પરાવતી મિલકતની તબદિલીના લેખોની નોંધણી માટે ગરવી પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરતી વખતે મિલકતનો યુપીઆઈએન ડેટા એન્ટ્રી કરવાથી તે મિલક્તની સિટી સર્વે રેકર્ડમાં ઓટો મ્યુટેશન થશે તેનો લાભ લઈ શકે છે.
આદિજાતિની કલમ ૭૩ એએની તબદિલીમાં ઓનલાઇન અરજી જ ધ્યાને લેવાશે
કલમ ૭૩ એએ હેઠળની આદિજાતિના લોકોએ ધારણ કરેલી જમીનની તબદિલી અંગેની ઓનલાઇન કાર્યપધ્ધતિમાં મહેસૂલ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. તે મુજબ હવે પછી હાલ નિર્ણય માટે ચાલુ કે પડતર ઓફલાઇન અરજીઓ અને નવી અરજી અંગે ઓનલાઇન કાર્યપધ્ધતિ મુજબ અરજી કરે તે પછી જ તેને વિચારણા માટે ધ્યાનમાં લેવામાં આવશે. આઇઓરા એપ્લિકેશન પર વેચાણ કે ભાડા પટ્ટે આપવા કરાતી ઓનલાઇન અરજીમાં અરજદાર દ્વારા ઘખલ કરાયેલા ડેટામાં વેચાણ લેનારનું નામ, વેચાણનો હેતુ કે ક્ષેત્રફળ બાબત સરકારની જોગવાઇને અનુરૂપ ન હોય કે અન્ય ભૂલ ધ્યાને આવે ત્યારે કલેકટર કે ડીડીઓ દ્વારા જમીન વેચનારા અરજદારને તે બાબત ધ્યાન પર લાવીને એક વખત સુધારો કરી સુધારેલી અરજી પર પુનઃ વિચારણા કરવામાં આવશે.
(2:37 PM IST)










