<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ભગવતીપરા પૂલ નીચે માલગાડીની ઠોકરે ૧૪ વર્ષના સુરીતના પગ કપાયા

લાતીપ્‍લોટમાં પિતાને મળવા જતો હતો ત્‍યારે બનાવઃ ગંભીર ઇજા

રાજકોટ તા. ૮: ભગવતીપરા પૂલ નીચે ખોડિયારપરા જવાના રસ્‍તા પર એક સગીર છોકરો માલગાડીની ઠોકરે આવી જતાં બંને પગ ગોઠણ પાસેથી કપાઇ જતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા શેરી નં. ૫માં સરકારી સ્‍કૂલ પાસે રહેતો સુરીત રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૧૪) સવારે દસેક વાગ્‍યે ઘરેથી ચાલીને લાતી પ્‍લોટમાં મજૂરી કરતાં પિતા પાસે જવા નીકળ્‍યો ત્‍યારે ભગવતીપરા પૂલ પાસે ખોડિયારપરા જવાના રસ્‍તે માલગાડીની ઠોકરે આવી જતાં બંને પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા અને પ્રશાંતભાઇ રાઠોડે જાણ કરી હતી.

સુરીત ધોરણ-૯માં અભ્‍યાસ કરે છે. આ પરિવાર એક મહિનાથી યુપીથી રાજકોટ રહેવઆ વ્‍યો છે. પિતા છકડો રિક્ષાના ફેરા કરે છે.

(2:37 PM IST)