News of Friday, 8th August 2025
કાલે વિશ્વ આદિવાસી દિવસઃ બિરસામુંડાની પ્રતિમાએથી સાંસ્કૃતિક રેલી
રાજકોટ ભીલ પંચ દ્વારા ભવ્ય આયોજન : પ્રકૃતિપૂજા, ધરતીવંદના, ફૂલમાળા અર્પણના કાર્યક્રમો બાદ પારંપરીક વેશભુષામાં ભાઈ-બહેનો રેલીમાં જોડાશેઃ લોકનૃત્યની જમાવટ


રાજકોટઃ આવતીકાલે ૯ ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસે શ્રી રાજકોટના ભીલ પંચ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે.
૯ ઓગસ્ટને શનિવારે બપોરે ત્રણ વાગ્યે, રેસકોર્ષમાં આવેલ બિરસામુંડાની પ્રતિમાએ, પ્રકૃતિપુજા, ધરતીવંદના, સામાજીક સભ્ય તથા બિરસાદાદ તથા ફુલમાળા અર્પણવિધી બાદ, સાંજે ૪ વાગ્યે આદિવાસી સાંસ્કૃતિકરેલીનું આયોજન કરવામાં આવેલ છે.
આ સાંસ્કૃતિરેલી બિરસામુંડાની પ્રતિમાએથી પ્રસ્થાન કરી, બિરસામુંડા સર્કલથી અકિલા સર્કલથી ફુલછાબ ચોક થઈ ભીલવાડા ચોકથી યાજ્ઞિક રોડ, અકિલા સર્કલ ચોકથી કિસાનપરા ચોક સર્કલ થઈ રેસકોર્ષ અંદર બાલભવન થઈ બિરસામુંડા પ્રતિમાએ રેલીની પુર્ણાહુતી થશે.
જ્યાં પુર્ણાહુતી સમયે આદિવાસી પરંપરાગત વેશભુષા સાથે સાંસ્કૃતિક લોકનૃત્યો સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થશે.
રાજકોટ ભીલ પંચના આ આયોજનમાં સ્થાનીક આદિવાસી ભાઈઓ બહેનો, બાળકો સાથે એમ.પી, રાજસ્થાન, દાહોદ, ગોધરાના આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે તેમ જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી ભીલ પંચ રાજકોટના દર્શનભાઈ ભીલ , રમેશભાઈ કોલી, ઉત્તમભાઈ રાઠોડ, મનોજ દુબલ, જીતુભાઈ વાઘેલા, અમિતભાઈ ચોહાણ, ભાવના બેન લિડિયા, રાજુભાઈ લિડિયા, ગોરધનભાઈ વાઘેલા, કૃણાલભાઈ કડવાતર, મહેશભાઈ વાઘેલા, આયુષભાઈ વાઘેલા, રીતિકભાઈ રાઠોડ, હિતુભાઈ બિલવાલ, મુકેશભાઈ ભૂરિયા, મેરૂભાઈ પરમાર, સુનીલભાઈ ભૂરિયા, દિનેશભાઈ ખરાડી, સુરેશભાઈ ખરાડી, પ્રકાશભાઈ ખરાડી, રાજેશભાઈ ભુરિયા, વિજય ડામોર, નાનુંભાઈ ભુરિયા, પ્રકાશ ડામોર, ધવલભાઈ રાઠોડ, કલ્પેશભાઈ રાઠોડ, મીતભાઇ રાઠોડ, મહેશભાઈ માવી, અમિત રાઠોડ, કેવલભાઈ ચોહાણ, વિજયભાઈ વાઘેલા, વિજયભાઈ રાઠોડ, દિનેશભાઈ મેં, રણજીતભાઈ ભેમિયાતર, વિશાલભાઈ ચોહાણ, વેદાંતભાઈ પેગ્યાતર, વિશેષભાઈ પેગ્યાતર, દેવભાઈ કોલી, વિનોદભાઈ ભમાત, દિનેશભાઈ વાઘેલા, અભયભાઈ, મીત વાઘેલા, મહેન્દ્રભાઈ મે, પ્રતાપભાઈ મેં અને શહેર ભાજપ વોર્ડ નં.૮ના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા
(2:41 PM IST)










