<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

થોરાળામાં શાંતાબેને ઝેર પીધું: દિકરા-વહૂનો અનહદ ત્રાસ હોવાનો આક્ષેપ

બે વર્ષથી દિકરો અને પુત્રવધૂ મિલ્‍કત મામલે પરેશાન કરતાં હોવાનું અને વૃધ્‍ધ પિતાને પણ મારકુટ કરી લેતાં હોવાનું કથન

રાજકોટ તા. ૮: નવા થોરાળા શેરી નં. ૨માં રહેતાં શાંતાબેન વલ્લભભાઇ ફુલેટીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધાએ ઝેરી ટીકડીઓ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. વૃધ્‍ધાએ આક્ષેપ કર્યો હતો કે મને અને મારા પતિને અમારા દિકરા-વહુ જે અમારી નજીક જ અલગ રહે છે તે મિલ્‍કત બાબતે સતત ત્રાસ આપતાં હોઇ અને મારકુટ કરતાં કંટાળીને મેં આ પગલુ ભર્યુ છે.

શાંતાબેન ફુલેટીયા ઝેરી ટીકડી પી જતાં સારવાર માટે દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. શાંતાબેનને સંતાનમાં એક દિકરો લાલો અને ત્રણ દિકરી છે. તેમના પતિ વલ્લભભાઇ લક્ષમણભાઇ ફુલેટીયા ઘરે બેઠા લાઇટર બનાવવાનું કામ કરે છે.

વૃધ્‍ધા શાંતાબેને કહ્યું હતું કે દિકરો લાલો અને તેની ઘરવાળી અસ્‍મીતા મને અને મારા પતિને મિલ્‍કત બાબતે સતત હેરાન કરે છે. અમે તેને ભાગ આપી દીધો છે છતાં હવે અમે રહીએ છીએ એ મકાન પણ તેને જોઇએ છે આ કારણે તે વારંવાર ઝઘડા કરે છે. આજે પણ ઝઘડો કરી મારા પતિને મારકુટ કરી લીધી હતી. આ કારણે કંટાળીને મેં ઘઉંમાં રાખવાની દવા પી લીધી હતી. તેમ વધુમાં શાંતાબેને કહ્યું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(2:43 PM IST)