<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વોર્ડ નં.૧૬માં રૂ.૧૩.૫૫ લાખના ખર્ચે નવી આંગણવાડી બનશેઃ ખાતમુહૂર્ત

 

 રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૬માં આઈ.સી.ડી.એસ. વિભાગ ઘટક નં.૧ની રૂ.૧૩.૫૫ લાખના ખર્ચે નવી આંગણવાડી બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજ તા. ૮ શુક્રવારના વોર્ડ નં.૧૬, લુહાર સમાજની વાડીની બાજુની શેરી, ણામી આરોગ્‍ય કેન્‍દ્રવાળો રોડ, દેવપરા ૮૦ ફૂટ રોડથી આગળ, રાજકોટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્‍ધપુરા, રૂચિતાબેન જોશી, વોર્ડ ઙ્કમુખ હસુભાઈ કાચા, મહામંત્રી જયદીપ કાકડીયા, મનુભાઈ માંગડીયા, દેવિકાબેન રાવલ, રાજેશભાઈ લીલા, ભરતભાઈ કુબાવત, ધીરૂભાઈ પરસાડીયા, હિતેશભાઈ દાસોટીયા, પરાગ કાકડીયા, સુરેશભાઈ મેતા, અક્ષયભાઈ અજાગીયા, બાબુભાઈ હરસોડા, અર્જુનભાઈ ડવ, લાલભાઈ હુંબલ, પીયુષભાઈ જલુ, નિશિતભાઈ અઘેરા, મનીષાબેન, દિપાલીબેન ઉપસ્‍થિત રહેલ.

(3:29 PM IST)