News of Friday, 8th August 2025
વોર્ડ નં.૧૭માં રૂ.૨૧.૫૫ કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૭માં રૂ.૨૧.૫૫ કરોડના ખર્ચેે આર.એમ.સી.પ્લોટ, વિરાટનગર, બી.એસ.એન.એલ.ઓફીસની બાજુમાં, રામેશ્વર ચોક, બોલબાલા માર્ગ, જુનો પારડી રોડ, ખાતે નિર્માણાધીન ફાયર સ્ટેશનના કામનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો. આ શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણા, દક્ષાબેન વાઘેલા, કીર્તિબ રાણા, કંચનબેન સિધ્ધપુરા, સંદીપભાઈ ગાજીપરા, સંજયસિંહ રાણા, પ્રભારી જેન્તીભાઈ નોંધણવદરા, વોર્ડ પ્રમુખ જયપાલસિંહ ચાવડા, મહામંત્રી જગદીશભાઈ વાઘેલા, અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, જેન્તીભાઈ સરધારા, વિઠ્ઠલભાઈ અભંગી, યોગેશભાઈ ભુવા, ધ્રુવ કાકડીયા, ચંદુભાઈ ગરનારા, ચિંતનભાઈ ભાલારા, ડો.રીંકલ મેઘાણી, હસુભાઈ વૈષ્ણવ, શુભમ લાડવા, વિનુભાઈ સોલંકી, રમેશભાઈ રામાણી, ઇલાબેન સરવૈયા, ગીતાબેન પરમાર, યોગેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
(3:35 PM IST)










