<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મનપામાં ઇજનેરોની ૬ જગ્‍યાઓ સામે ૩પ૨ અરજી !

એડી.સીટી એન્‍જીનીયર, સીટી એન્‍જીનીયર (સ્‍પે.) એડી. સીટી એન્‍જીનીયર સહિતની પોસ્‍ટ ભરાશે

રાજકોટ, તા., ૮:  મનપામાં ભરતીની મોસમ ચાલી રહી છે. ત્‍યારે તંત્રમાં વધુ ૬ જગ્‍યા ભરવા માટે ઉમેદવારો પાસે આવેદન મંગાવવામાં આવ્‍યા હતા. જે અનુસંધાને એડી. સીટી એન્‍જીનીયર-ર, સીટી એન્‍જીનીયર (સ્‍પે.)-ર, એડી. સીટી એન્‍જીનીયર (મીકે./ઇલે.)-૧ તથા કાર્યપાલક ઇજનેરની ૧ જગ્‍યા માટે ૩પર અરજીઓ આવી છે. હવે મનપા દ્વારા તેમના ડોકયુમેન્‍ટ ચકાસણી બાદ પરીક્ષા લેવા અથવા ઇન્‍ટરવ્‍યુ દ્વારા ભરતી કરવા તજવીજ હાથ ધરાશે.

(3:43 PM IST)