News of Friday, 8th August 2025
ગુજરાત ક્રેડાઇ ચેરમેન-પરેશ ગજેરા તથા વાઇસ પ્રેસીડન્ટ-દિલીપ લાડાણી તેમજ જોઇન્ટ સેક્રેટરી-ધ્રુવિક પટેલની સર્વાનુમતે વરણી
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચેન્જ ઓફ ગાર્ડ અંતર્ગત પદગ્રહણ

રાજકોટ, તા. ૮ : કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઇ) ગુજરાતની સામાન્ય સભા ગત જુલાઇ માસમાં સુરત ખાતે યોજાયેલ સામાન્ય સભામાં રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરાની ગુજરાત બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન તેમજ વાઇસ પ્રેસીડન્ટ દિલીપભાઇ લાડાણી તતથા જોઇન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક પટેલની સર્વાનુમતે સાલ ર૦રપ-ર૭ માટે પસંદગી કરવામાં આવેલ છે.
ઝેડ લકઝરી બેન્કવેટ ખાતે, અમદાવાદ ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષદભાઇ સંઘવી, ભાજપ પ્રદેશ અગ્રણી જીતુભાઇ વાધાણી તેમજ ક્રેડાઇ નેશનલ અક્ષયભાઇ શાહ, શેખરભાઇ પટેલ અને ગુજરાતના અગ્રણી બિલ્ડરોની હાજરીમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અંતર્ગત પરેશભાઇ ગજેરાની ગુજરાત બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન તેમજ વાઇસ પ્રેસીડન્ટ દિલીપભાઇ લાડાણી તથા જોઇન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક પટેલની સાલ ર૦રપ-ર૭ માટે તાજપોશી કરવામાં આવેલ. સાથે સાથે ક્રેડાઇ ગુજરાતના પ્રેસીડન્ટ તરીકે તેજસ દોશી-અમદાવાદ, મંત્રી તરીકે વિરલ શાહ, અમદાવાદ, ઉપપ્રમુખ તરીકે નિલમ દોશી- અમદાવાદ, ધ્રુવ-પટેલ-અમદાવાદ, ભરત સુખડીયા-અમદાવાદ, મયંક પટેલ, વડોદરા, દિલીપ લાડાણી-રાજકોટ હરેશ પટેલ-મહેસાણાની વરણી કરવામાં આવેલ ઉપરાંત સહમંત્રી તરીકે જયંતિ શેલડીયા-ગાંધીનગર, અમીત અગ્રવાલ-સિલ્વાસા, રોહિત ચંદરવાલા-ભરૂચ, ધ્રુવિક તલાવિયા-રાજકોટની વરણી કરેલ તેમજ કોષાધ્યક્ષ તરીકે વિજય ધામેલીયા, સુરત અને સહકોષાધ્યક્ષ તરીકે ભૂપતસિંહ પરમાર ભાવનગર તેમજ યુથ વિંગ કન્વીનર તરીકે ભવદત્ત પટેલ-અમદાવાદની વરણી કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે યોજાયેલ આ સેરેમનીમાં રાજયભરમાંથી આવેલ ડેવલપર્સ એસોસીએશનનાં વિવિધ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવનિયુકત તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ. સાથે સાથે ભુપેન્દ્રભાઇ પટેલના ઉદ્્બોધન કરેલ જેમાં મેક ઇન ઇન્ડીયા અને ગ્રીન કવર સહિતનાં પ્લાનીંગ કરવા માટે ખાસ સૂચના વ્યકત કરેલ હતું.
સાથોસાથ એ પણ જણાવેલ કે હાલમાં વધતી જતી જમીનોની કિંમત ઘણા પ્રશ્નો ઉભા કરે છે જેના લીધે કાયદેસર માલિકોને હેરાનગતિ વધી રહી છે. આર્થિક ખર્ચ વધી રહ્યો છે તે વ્યાજબી વાત નથી આમાંથી બહાર નીકળવા શુ઼ કરી શકાય તે માટેનાં સુચનો સરકારને મોકલી આપશો તો તેને ચોક્કસ ધ્યાને લેવામાં આવશે. મેક ઇન ઇન્ડીયા, વરસાદના પાણીનો સંગ્રહ કરવા, પાણીનાં મીટર, ગટરના પાણી ટ્રીટ કરી યુઝ કરવા, ગ્રીન કવર તેમજ વોટર હાર્વેસ્ટીગ જેવા પ્રોજેકટ અંગે વિસ્તૃત સુચનો અને નીતી અંગે પણ બિલ્ડરો પાસેથી માંગવામાં આવેલ હતા.
રાજકોટનું ગૌરવ વધારનાર પરેશ ગજેરા ગુજરાત બિલ્ડર એસો.ના ચેરમેન બની ચુકયા છે ત્યારે સૌરાષ્ટ્ર અને રાજયના બિલ્ડરોના પ્રશ્નો હલ કરવા તેમની પ્રાથમિકતા રહેશે. ક્રેડાઇ ગુજરાતના ઉપપ્રમુખ લાડાણી તેમજ જોઇન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક તળાવિયા દ્વારા રાજકોટના બિલ્ડરોના પ્રશ્નો વહેલી તકે હાલ થશે તેવી આશા વ્યકત કરેલ છે.
(3:44 PM IST)










