<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ટ્રીપીંગની સમસ્‍યા હલ થશે : પીજીવીસીએલ દ્વારા સ્‍કાડા પ્રોજેકટ શરૂ : ઉદ્યોગકારોની સમસ્‍યાની જાણ થશે

ચેમ્‍બર દ્વારા યોજાયેલ ઓપન હાઉસમાં કંપનીના એમડીની જાહેરાત ચેમ્‍બર દ્વારા પીજીવીસીએલ - જેટકોને લગતા ૧૦ પ્રશ્‍નો રજુ કરાયા

રાજકોટ, તા.૮: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા PGVCL ના એમડીશ્રી કેતન જોશી, જેટકોના ચીફ એન્‍જીનીયર પી કે વરસડા, ચીફ એન્‍જીનીયરશ્રી પી. જે. મહેતા, એડી ચીફ એન્‍જીનીયર શ્રી કે.બી. શાહ, જીએમ ફાઈનાન્‍સશ્રી કે. એસ. મલકાણ, જીઆઈડીસના એકઝીકયુટીવ એન્‍જીનીયરશ્રી પારસ શાહ તથા વિવિધ સબ ડિવીઝનના સિનિયર અધિકારીશ્રીઓ સાથે પીજીવીસીએલ તથા જેટકોને લગતા વિવિધ પ્રશ્‍નોનું યોગ્‍ય નિરાકરણ લાવવા માટે ગઇકાલે પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે ઓપન હાઉસ યોજવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્‍યામાં વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના હોદેદારો તથા અરજદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્‍ણવએ પ્રથમ એમડીશ્રી કેતન જોશી સાહેબને બુકે આપી સ્‍વાગત કરેલ તેમજ ચીફ એન્‍જીનીય ૨શ્રી પી. જે. મહેતાને શ્રી નરે ન્‍દ્રસિંહ જાડેજા અને શ્રી અશોકભાઈ વિરડીયા બુકે આપેલ અને જેટકોના ચીફ એન્‍જીનીયર પી. કે. વરસડાને શ્રી અમળતભાઈ ગઢીયા અને શ્રી કુમનલાલ વ૨સાણીએ બુકે આપી સન્‍માન કરીને ઓપન હાઉસ ખુલ્લો મુકી સૌને આવકારતા જણાવેલ કે રાજકોટ ચેમ્‍બર હરહંમેશ વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાના ઉદભવતા પ્રશ્‍નોનું યોગ્‍ય નિરાકરણ લાવવા માટે હંમેશા અગ્રેસર રહે છે.

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા પીજીવીસીએ તથા જેટકોને લગતા નીચે મુજબના વિવિધ પ્રશ્‍નો ધ્‍યાને મુકેલ.

(૧) નવા ૧૫૦ ફીટ રીંગ રોડ ઉપર ૪૨ માળના હાઈ રાઈઝ-સ્‍માર્ટ સીટી-રેસીડેન્‍ટ અને મોલ મોટા પ્રમાણમાં આવતા હોય તેના માટે આગોતરુ આયોજન કરવું.

(૨) નવા કનેકશન વખતે ઈન્‍ડસ્‍ટ્રીઝ તેમજ સોલાર પ્‍લાન્‍ટમાં કનેકશન મેળવતી વખતે મટીરીયલની સાથે લાઈનકામમાં ઈન્‍ડસ્‍ટ્રીઝને પોતાનું વાપરવું કે ડીસકોમનું વાપરવુંએ માટે ઓપશન આપવામાં આવે છે. તો ઓપશન-૨ નો વિકલ્‍પમાં કામગીરી વખતે જેટકો અને પીજીવીસીએલ પોતાની જવાબદારીમાં મટીરીયલ ઈન્‍સ્‍પેકશન અને લાઈનની કામગીરી સમયસર પુરી કરવી.

(૩) રાજકોટ-સૌરાષ્‍ટ્રના એરીયામાં ઝડપથી વિકસતા ઉદ્યોગોને મોટા કનેકશનો મેળવવા માટે પડતી મુશ્‍કેલીઓમાં ૬૬/૧૩૨ કેવી સબસ્‍ટેશનો તેમજ તેમની વીજ લાઈનો ઓવરલોડ હોવાની ભારપુર્વક રજુઆત કરેલ.

(૪) નવા બનતા સબસ્‍ટેશનની કામગીરી ખુબજ ધીમી ગતીએ ચાલી રહી છે. જેમા સડકપીપળીયા સબસ્‍ટેશન, ખીરસરા સબસ્‍ટેશન, રાણપુર (કુવાડવા), ધર્મજીવન (રીબડા) તો આ કામગીરી ઝડપથી પુરી કરવી.

(૪) ડિવીઝન / સબડિવીઝનમાં રેવન્‍યુ સર્વે નંબરની ટ્રસ્‍ટીએ સીમાંકન કરવામાં આવેલ હોય જેથી ગ્રાહકોની સાર સંભાળની પ્રક્રિયાઓ ખૂબજ જટીલ મોંઘી અને સમયસર મળી શકતી નથી જે સુધારવું ખૂબજ જરૂરી છે. જેથી બ્રાઉન્‍ડ્રી એરીયા ફીઝીકલ રોડ, રેલ્‍વે લાઈન, હાઈવે ડેમના હિસાબે ફીડર ચલાવવા તથા ફેરફાર કરવાની સતા ડિવીઝન અને સબડિવીઝનને આપવામાં આવે જેથી કારણે ફિડરનું ક્રોસીંગ ઘટશે. અકસ્‍માતો ઘટશે અને પાવર રિસ્‍ટોર અને ગ્રાહકોની સમસ્‍યાનું નિરાકણ વ્‍હેલાસર થશે અને DISCOM ને ખર્ચનું ભારણ ઘટશે.

(૫) હાલ ચોમાસાની સિઝન શરૂ થયેલ હોય તેમજ દરેક સબડિવીઝનમાં મીટર, લાઈન કામગીરી, સર્વિસ કેબલ જેવી વસ્‍તુઓનો અભાવ હોય એ અંગે યોગ્‍ય કરવું.

(૬) રાજકોટ રૂરલ સર્કલમાં આવતા વિવિધ સબડિવીઝનોમાં નવા વિકસતા ઔદ્યોગીક એરીયામાં કનેકશન અને ફીડરની સંખ્‍યાને ધ્‍યાને લઈ માલ મટીરીયલ અને મેઈન્‍ટેનન્‍સ માટે વાહન ફાળવવા અને શકય હોય ત્‍યાં અલગ સબડિવીઝનની અથવા ફોલ્‍ટ સેન્‍ટરની વ્‍યવસ્‍થા કરવી જોઈએ.

(૭) એચ.ટી. વિજજોડાણમાં હાલ ફીકસ ચાર્જ અમલ હોય તેવા સંજોગોમાં અંડરગ્રાઉન્‍ડ કેબલ ચાર્જ કવોટેશનમાં બીનજરૂરી લગાવવામાં આવે છે. આવા કામો અગાઉ પીજીવીસીએલ દ્વારા સલામતીને ધ્‍યાને લઈને થવા જોઈએ તે થતા નથી.

(૮) જુના ખેતીવાડી ફીડરોમાં મેઈન્‍ટેનન્‍સ ના અભાવના કારણે ખેતીવાડીમાં પુરતો ૮ કલાક પાવર પણ મળતો નથી. જેથી ટાઈમસર મેઈન્‍ટેનન્‍સ કરવું જરૂરી છે.

(૯) ગોંડલ ડીવીઝન નીચે આવતા સબ ડીવીઝન ભુણાવા, AG (જુના કોટડા) ફીડર વારંવાર રજૂઆત કરવા છતા પણ મેન્‍ટેનન્‍સ થતુ નથી.

૧૦) હાલ વિકસીત ભારત અને રીન્‍યુએબલ એન્‍જી માટે કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા કામગીરી માટેની પોલીસી ચાલુ હોય ત્‍યારે કોર્પોરેટ તથા ડીસ્‍કોમની વિવિધ કચેરીઓના કામકાજનો ભારણ ખુબ જ હોય માટે નીચે મુજબની વ્‍યવસ્‍થા ગોઠવી યોગ્‍ય કરવા ભલામણ છે.

જે સોલાર પ્‍લાન્‍ટ ચાલુ થઈ ગયેલા છે કે થવાના હોય તેમા સોલાર પ્‍લાન્‍ટ કંપની પી.જી.વી.સી.એલને Operation and Maintance ચાર્જ ચુકવણી કરે છે. તેની સામે પી.જી.વી.સી.એલ ઓફિસ લાઈન મેઈન્‍ટેનન્‍સ કરતી નથી. હાલ લાઈન મૅન્‍ટેનન્‍સ જે તે સોલાર જનરેટર જ કરે છે.

સોલાર પ્‍લાન્‍ટ ફીડરમાં કોઈ રીપેરીંગ કે મેઈન્‍ટેનન્‍સ માટે જો ન્‍ઘ્‍ લેવાની થાય તો તે વિલંબથી મળે છે. અથવા ન્‍ઘ્‍ રીટર્ન કરવાની થાય તો પણ વિલંબથી થાય છે. LC લેવા કે આપવા માટે જવાબદાર વ્‍યકિતની નિમણુંક કરવામાં આવે.

પીજીવીસીએલના એમડીશ્રી કેતન જોશીએ રાજકોટ ચેમ્‍બર દ્વારા રજૂ કરાયેલ વિવિધ પ્રશ્‍નો-સુચનો અંગે હકારાત્‍મક અભિગમ દાખવેલ હતો. તેમજ વીજ સપ્‍લાય માટે ઉદ્યોગકારોને કોઈપણ જાતની મુશ્‍કેલી ન પડે તે માટે હંમેશા પ્રયત્‍નશીલ રહીશું. તેમજ ટ્રીપીંગની સમસ્‍યા માટે બોર્ડમાં ટેન્‍ડર મંજુર કરાવેલ છે અને ૯ જેટલા વિભાગોમાં વહેંચી પાયલોટ પ્રોજેકટ હાથ ધરેલ છે જેનાથી ટીપીંગની સમસ્‍યાનું નિરાકરણ લાવી શકાશે. તેમજ પીજીવીસીએલ દ્વારા સ્‍કાડા પ્રોજેકટ પણ હાથ ધરેલ છે જેમાં ઉદ્યોગકારોની સમસ્‍યા ડાયરેકટ અમોને ખબર પડી જશે અને તુરંત નિરાકરણ લાવી શકાશે. વધુમાં ગ્રામ્‍ય માટેનો પ્રોજેકટ પણ અમલીકરણ કરવાનો પ્રયાસ જેનાથી ઉદ્યોગકારોના મહતમ પ્રશ્‍નોનું નિરાકરણ આવી જશે. આમ પીજીવીસીએલ અને જેટકો બન્ને પાવર સપ્‍લાય માટે કામ કરી રહયું છે ત્‍યારે કન્‍ઝ્‍યુમરને પાવરની કોઈપણ જાતની ફરીયાદ ન રહે તે માટે હંમેશા પ્રયાસ કરાશે તેમજ ગ્રાહકોને કોઈપણ પ્રશ્‍ન હોય તો સોમવાર અને ગુરૂવારના રોજ ૧૧ થી દ દરમ્‍યાન સંપર્ક કરવા અનુરોધ કરેલ.

કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્‍બરના પુર્વ પ્રમુખશ્રી શિવલાલભાઈ બારસીયાએ ઓપન હાઉસનું આયોજન કરવા બદલ મેનેજીંગ ડિરેકટરશ્રી, અધિકારીશ્રીઓ તેમજ ઉપસ્‍થિત વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ અને આમ જનતા પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરેલ હતી. તેમજ આ ઓપન હાઉસને સફળ બનાવવા માટે શ્રી અશોકભાઈ વિરડીયાએ જહેમત ઉઠાવેલ હતી. ઓપન હાઉસ અતિ સફળ થયેલ હોય શાપર-વેરાવળ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના પ્રમુખશ્રી અમળતભાઈ ગઢીયા, લોધિકા જીઆઈડીસી ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિનને પ્રમુખશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, રાજકોટ ચેમ્‍બરના ટ્રેઝ૨૨શ્રી વિનોદભાઈ કાછડીયાએ સરાહનીય પગલું ગણેલ હતું. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે

(3:45 PM IST)