News of Friday, 8th August 2025
કાલે ભીલવાડા ચોકમાં ધ્વજવંદન-બાઈક રેલી
વિશ્વ આદિવાસી દિન નિમિતે અખિલ ભારતીય આદિવાસી વિકાસ-પરિષદ દ્વારા આયોજન ધરતી-કણ પૂજન બાદ કુવાડવા રોડ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમઃ ભીલવાડા ચોકથી રેલીનો પ્રારંભ

રાજકોટઃ આવતીકાલે ૯ ઓગસ્ટ એટલે વિશ્વ આદીવાસી દિવસ. અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરીષદ, ભીલ આદિવાસી મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા ભીલવાડા ચોક ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભીલવાડા ચોકમાં કાલે તા.૯ને શનિવારે સવારે ૧૦ કલાકે ધ્વજવંદન થશે. સવારે ૧૦:૩૦ કલાકે ધરતી અને કણ પૂજન એસ.ટસ.એસ.સી.સેલના પીજીવીસીએલના પ્રમુખ ગીરીશભાઈ પરમાર સવારે ૧૧ કલાકે ઐતિહાસિક ક્રાંતિકારી વિર પુરૂષ અને વિરાંગનાઓએ પુષ્પાંજલી થશે. વાગડીયા પરિવાર.
રાજકોટ શહેરની ભગોળે નવાગામ પાસે કુવાડવા રોડ બ્યુટીફીકેશન ૨૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ નર્સિંગ છાયાબેન લુણતાગર.
ત્યારબાદ સાંજે ૫ કલાકે ભીલવાસ ચોકમાંથી ડીસીપી ઝોન-૨ જગદીશ બંગરવાના હસ્તે રેલીને પ્રસ્થાન કરાવવામાં આવશે. રેલીમાં ૫૦ બાઈક, છોટા હાથી, ટ્રેક્ટર, શુશોભન અને આદિવાસી સંસ્કૃતિનું અસ્તીત્વની ઝાંખી રૂટ ભીલવાસ ચોકથી ત્રિકોણબાગ, ત્રિકોણબાગથી યાજ્ઞીક રોડ, યાજ્ઞીક રોડ થી એસ્ટ્રોન ચોક, એસ્ટ્રોન ચોકથી કેકેવી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી, જીવંતીકા મેઈન રોડ, મહાકાળી મંડપ સર્વિસ, કનૈયા ચોક, રૈયા રોડ, બ્રહ્મસમાજ, આમ્રપાલી અન્ડરબ્રીજ, કિશાનપરા, જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, રેસકોર્ષ ગાર્ડનની અંદર બીરસામુંડા સ્ટેચ્યુ ખાતે સમાપન.
આયોજનને સફળ બનાવવા ગુજરાત ભીલ મહિલા પ્રમુખ વાસવીબેન સોલંકી, જયાબેન ચૌહાણ, આશાબેન લીડીયા, પૂર્વ કોર્પોરેટર જયાબેન રાઠોડ, મીનાબેન ચૌહાણ, ચંદ્રીકાબેન મુલીયાણા, મીનાબેન મકવાણા, કૈલાશબેન રાઠોડ, બીન્દુબેન, પુષ્પાબેન, સુરભીબેન, ખુશ્બુબેન, દિક્ષીતાબેન, એંજલબેન, ધ્યાનાબેન, ગીરજાબેન,ગીતાબેન, બેનીબેન, શોભાબેન, વગેરે આનંદભાઈ વાગડીયા, રણજીતભાઈ, આશિષભાઈ, આયુષભાઈ, ભરતભાઈ, ગોરધનભાઈ, મોહનભાઈ, મેહુલભાઈ, સોહનભાઈ, અનિલભાઈ, શૈલેષભાઈ મુનીયા, ચેરમેન રણજીતભાઈ પરમાર, સન્નીભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:47 PM IST)










