તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 8th August 2025
એકતરફી પ્રેમી અને તેના મિત્રના ત્રાસથી કંટાળી યુવતિએ કર્યો આપઘાતનો પ્રયાસ
અગાઉ યુવતિ પીએસઆઇ ભરતીથી તૈયારી કરતી ત્યારે વરૂણ રનીંગમાં મદદ કરતો, એ વખતે તે એકતરફી પ્રેમમાં પડતાં સગાઇ-લગ્નનો પ્રસ્તાવ મુકેલોઃ પણ ઇતિહાસ સારો ન હોઇ ના પાડી દીધી છતાં પીછો છોડતો ન હોવાનો આરોપ : મચ્છર મારવાની દવા પી લીધીઃ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એચ. જે. જોગડાએ વરૂણ ડાંગર અને જયેશ સિંધવ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૮: એકતરફી પ્રેમી અને તેના મિત્રના ત્રાસથી કંટાળીને એક યુવતિએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. આ યુવતિ સારવાર માટે સિવિલ હોસ્પિટના બિછાને પહોંચતા યુનિવર્સિટી પોલીસે તેણીની ફરિયાદ પરથી બે શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. શહેરની એક ચોત્રીસ વર્ષની યુવતિ સાથે એક શખ્સ એક તરફી પ્રેમમાં પાગલ થઇ હેરાન પરેશાન કરી ઘરે વારંવાર લગ્નના માંગા મોકલતો હોઇ તેમજ અગાઉ આ યુવતિના લગ્ન થઇ ગયા હોઇ ત્યાં પણ યુવતિ વિશે ખરાબ વાતો કરી લગ્ન તોડાવી નાંખતા અને હજુ પણ આ શખ્સ અને તેનો મિત્ર હેરાન પરેશાન કરતાં હોઇ કંટાળીને તેણીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે.
જાણવા મળ્યા મુજબ ૩૪ વર્ષિય યુવતિએ મચ્છર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ એચ. જે. જોગડાએ તેણીની ફરિયાદ પરથી વરૂણ ડાંગર અને જયેશ સિંધવ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજકોટમાં રહી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી મારુ અને માતાનું ગુજરાન ચલાવુ છું. આજથી આશરે દોઢેક વર્ષ પહેલાં હું પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની તૈયારી કરતી હોય તે અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડવા માટેની તૈયારી કરતા હોય અને ત્યાં રનિંગની પ્રેક્ટિસ કરાવતા વરૂણ સુખદેવભાઈ ડાંગર સાથે મારો પરિચય થયો હતો. તે વખતે તે મને રનીંગની પ્રેક્ટિસ કરાવતા અને અમુક સમય બાદ મને જાણવા મળેલ કે આ વરૂણ મને એક તરફી પ્રેમ કરતા હોઇ જેને મને સગાઈ તેમજ લગ્ન કરવા અર્થેની રૂબરૂ મળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જાણ કરેલ.
તેણીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ત્યાર બાદ તેને ઓળખવા માંટે હું તેની સાથે વાતચીત કરતી દરમિયાન અલગ અલગ માણસો મારફતે મને જાણવા મળ્યું કે આ વરૂણ બહુજ ઝનુની સ્વભાવનો હોઇ કોઈપણસ્ત્રી પ્રત્યે તેનુ વલણ કડકાઈ ભર્યું હોય છે અને આ વરૂણ ઉપર રાજકોટમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ફરિયાદો પણ થયેલી છે. જેથી મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રનિંગની પ્રેક્ટિસ મૂકી દીધેલ. ત્યારબાદથી વરૂણ એક તરફથી મારા પ્રેમમાં પાગલ બની મારા ઘરની આજુબાજુ આવતો જતો અને મારી સાથે સગાઈ લગ્નની જીદ પકડતો હતો. મેં ધીરે ધીરે તેની સાથે વાતચીત બંધ કરતાં અલગ અલગ અમારી જ્ઞાતિના છોકરાઓના સગાઈ લગ્નના માંગા આ વરૂણ મોકલતો તેના લગ્ન કરવા તેના કુટુંબીજનોને અમારા ઘરે મોકલતો હતો. વરૂણનો ઇતિહાસ સારો ન હોઇ મારા માતળશ્રીએ લગ્નની ના પાડી દીધી હ તી. તેમજ મારા લગ્ન અગાઉ ૨૦૧૯ માં થયેલ હોય જ્યા મારા પતિ તથા તેના કુટુંબીજનોની મારી શાખા પ્રતિષ્ઠા સારી નથી તેવું સાબિત કરી મારા લગ્ન વિચ્છેદ કરાવવાની કોશિશ કરેલ તેમજ મારા સગા વ્હલામાં સોશિયલ મીડિયા દ્વારા મેસેજ કરી મારું ચારિત્ર્ય ખરાબ છે તેમ કહી છેલ્લા દોઢ વર્ષથી મને હેરાન પરેશાન તેમજ માનસિક ત્રાસ આપતો હાઇ તેમ જ આ વરૂણનો મિત્ર જયેશ સિંધવ જે કાલાવડ રોડ નેપ્ચ્યુન ટાવરમાં પાનની દૂકાન ધરાવે છે.
આ જયેશે પણ થોડા સમય પહેલા મારીે સગાઈ માટે માંગુ આવેલ હોઇ તેના કુટુંબીજનોને હું ખરાબ છોકરી છું તેમ કહી જયેશ તથા વરૂણ એમ બંને જણાએ મને માનસિક ત્રાસ ચાલુ કર્યો હતો. તેમજ હું લગ્ન નહીં કરૂ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આ વરૂણ ડાંગર તથા તેનો મિત્ર જયેશ સિંધવ મને આપતા કંટાળીને ગુરૂવારે રાતે મેં મચ્છર મારવાની લિક્વીડની બે બોટલ પી લીધી હતી. બાદમાં અમારા સગાને મારા મમ્મીએ જાણ કરતાં મને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આમ મને સતત હેરાન કરવામાં આવતી હોઇ મારે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં એએસઆઇ હિતેષભાઇ જે. જોગડાએ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં ગુનો દાખલ કર્યો છે.
(3:58 PM IST)










