<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

પંચનાથ મંદિરે સોમવારે રકતદાન કેમ્‍પ

ચક્ષુદાન, અંગદાન, દેહદાન, સ્‍કીનદાનના સંકલ્‍પપત્રો ભરી આપવામાં આવશે

 

રાજકોટઃ આગામી સોમવાર તા.૧૧ના સાંજે ૫ થી ૧૧ સુધી પંચનાથ મંદિરમાં રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે.સાથે ચક્ષુદાન, અંગદાન, દેહદાન, સ્‍કિનદાનના સંપલ્‍પપત્રો પણ ભરી આપવામાં આવશે.

સેવાના આ કાર્યમાં પંચનાથ મંદિર ટ્રસ્‍ટના ચેરમેન શ્રી દેવાંગભાઇ માંકડ, જનકલ્‍યાણ ટ્રસ્‍ટના ચેરેમેન શ્રી ઉમેશભાઇ મહેતા, લાઇફ બ્‍લડ બેંકના પબ્‍લિક રિલેશન ઓફિસર શ્રી કિરિટભાઇ ભટ્ટ, પરમાર કિશોર મંડપ સર્વિસના શ્રી મધુસદનભાઇ પરમાર અને ફ્રેન્‍ક યંગસ્‍ટાર ગ્રુપના શ્રી કલ્‍પેશભાઇ પાટડીયાનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.

સમગ્ર ઇવેન્‍ટનું આયોજન શ્રીમતી કમલાબેન અને શ્રી કનુભાઇ ઠાકર મેમોરિયલ ફાઉન્‍ડેશન પ્રેરિત ‘‘શેર એન કેર''ના મેન્‍ટર પ્રમોટર શ્રી રાજુ ઠાકર (૦૨૮૧-૨૩૬૬૭૨૨) દ્વારા કરવામાં આવ્‍યું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૨)

(10:01 AM IST)