News of Saturday, 9th August 2025
રાજકોટ જીલ્લાના પાંચ પી.એસ.આઇ.નીઆંતરીક બદલીઃ એ.બી. જાડેજાને શાપર મૂકાયા

રાજકોટ તા.૯: જીલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પી.એસ.આઇ.ની આંતરીક બદલી કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ જીલ્લાના ધોરાજી, લોધીકા તથા રૂરલ એસપી કચેરીમાં ફરજ બજાવતા પાંચ પી.એસ.આઇ.ની એસપી હિમકરસિંહએ આંતરીક બદલીનો હુકમ કર્યો છે.
રીડર ટુ મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી વિભાગના પી.એસ.આઇ. બી.ડી. જોષીને રીડર શાખામાં, એસ.પી. કચેરીમાં એમ.ઓ.બી. શાખાના પી.એસ.આઇ. ડી.એચ. રાખોલીયાને ભાયાવદર, રીડર શાખાના પી.એસ.આઇ. એચ.સી. ચુડાસમાને લોધીકા પોલીસ સ્ટેશન, લોધીકાના પી.એસ.આઇ. આઇ. ડી. જાડેજાને લીવ રીઝર્વ (એટેચ રીડર શાખા)માં તથા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. એ.બી. જાડેજાને શાપર વેરાવળ પોલીસ મથકમાં મુકાયા છે.
શાપર-વેરાવળમાં નિમાયેલ પી.એસ.આઇ. અરવિંદસિંહ જાડેજા અગાઉ શાપર-વેરાવળ ફરજ બજાવી ચુકયા છે અને ગીર-સોમનાથ એલસીબીમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી
(12:13 PM IST)










