તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ઘર ઘર માન, હર ઘર સન્માન... માનવંતા મનીષ રાડિયાનો જન્મદિન
જનતા પાડે સાદ, તુરત પ્રતિસાદ, આજે શુભેચ્છાનો વરસાદ

રાજકોટ : જાહેર જીવનમાં વર્ષોથી પ્રકાશિત અને સુવાસિત નામાંકિત નગરસેવક અને મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના દંડક શ્રી મનીષ રાડિયા માટે આજની પૂનમે વિશેષ ઉજળો દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૯ ઓગષ્ટે થયેલ. આજે ૬રમાં વર્ષના વહાલથી વધામણા કર્યા છે. તેમનામાં શિસ્ત, સેવા અને સહકારનો સમન્વય છે.
રઘુવંશી સમાજના ગૌરવરૂપ શ્રી મનીષ રાડિયા તેમના મતક્ષેત્ર વોર્ડ નં. ર માં લોકોના કામ માટેના ત્વરિત પ્રતિસાદના કારણે ૧૦૮ તરીકે જાણીતા છે. બે નંબરના વોર્ડમાં એક નંબરનું કાર્ય છે. લોકપ્રિયતા એવી ઠસોઠસ, ટકે વરસોવરસ... ચાર દાયકા પહેલા ભાજપના મજાના કાર્યકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરેલ. અત્યારે મજાનામાંથી મોટા ગજાના અગ્રણી બની ગયા છે. શહેર ભાજપના મંત્રી, વોર્ડ નં. ૩ ના સંગઠન પ્રભારી, કોર્પોરેશનની આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન વગેરે સ્થાનો પર યશસ્વી કામગીરી કરી છે. વૈદ્ય વિશારદ અને આયુર્વેદ રત્નની પદવી ધરાવે છે. લોકોના હિત માટે શબ્દો ‘ચોળવા' કરતા ‘ચોડવાની' પ્રકૃતિવાળા છે. દીવો કયારેય બોલતો નથી. પ્રકાશ જ એનો પરિચય આપે છે. આકાશને આંબે એવા ઉંચા વિચાર અને ધરાના ઉંડાણની સમજ છે. હોઠો પે હસી, મીઠી સી હો બોલી, બાતે ખટ્ટીમીઠી જૈસે નારંગી કી ગોલી...
મો. ૯૮ર૪પ ૮૧૯૯૯ રાજકોટ
(12:17 PM IST)










