News of Saturday, 9th August 2025
કારખાનાની માલવાહક લિફટમાં માથું આવી જતાં ૧૫ વર્ષના નરપતનું મોત
આજીડેમ નજીક કિશાના ગોૈશાળા પાસે રામનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં બનાવ : મુળ રાજસ્થાનના પરિવારે લાડકવાયો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૯: શહેરના આજીડેમ નજીક કિશાન ગોૈશાળા પાસે આવેલ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનામાં માલવાહક લિફટમાં માથુ ફસાઇ જતાં મુળ રાજસ્થાનના ૧૫ વર્ષના સગીરનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા ગાત્રાળ પાર્ક નજીક આવેલા મયુર ટાઇમ્સ નામના કારખાનામાં સવારે નરપત મેઘારામ માજીરાણા (ઉ.વ.૧૫) નામનો સગીર માલવાહક લિફટમાં ચડવા જતાં પડી જતાં લિફટ માથે આવી જતાં માથામાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. કુલદીપભાઇ બાલાસરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નરપતનો પરિવાર મુળ રાજસ્થાનનો વતની છે. પિતા કારખાનામાં મજૂરી કરે છે. લાડકવાયાના મૃત્યુથી મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(1:37 PM IST)










