તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
આર્યસમાજ માયાણીનગર દ્વારા યજૂર્વેદ પારાયણ મહાયજ્ઞ સંપન્ન

રાજકોટઃ આર્યસમાજ હાથીખાના (રાજકોટ) દ્વારા આર્યસમાજની શાખા આર્યસમાજ માયાણીનગર ભવનમાં દર વર્ષની જેમ શ્રાવણ માસમાં યજુર્વેદ પારાયણ મહાયજ્ઞ (વેદકથા) નું આયોજન કરાયું હતું જેમાં દરરોજ સવારે ૭:૩૦ કલાકે તથા સાંજે ૪:૩૦ થી ૬: ૩૦ કલાક સુધી આર્યસમાજ, હાથીખાના રાજકોટના પુરોહિતો અને ઉપદેશક મહાવિદ્ાલય ટંકારાના બ્રહ્મચારીઓએ યજુર્વેદના મંત્રોથી વેદપાઠ કરાવેલ સપ્તાહ દરમિયાન મુખ્ય વકતા તરીકે પંડિત જ્ઞાનેન્દ્ર શાષાી(આર્ય સમાજ,રાજકોટ) આચાર્ય રામેદવજી શાષાી (ઉપદેશક મહા વિદ્યાલય ટંકારા) આચાર્ય શ્રી સત્યજીતમનીજી (વાનપ્રસ્થ સાધક આશ્રમ, રોજડ) શ્રી સ્વામીવિવેકાનંદજી પરિવ્રાજક (દર્શન યોગ મહાવિદ્યાલય રોજડ) ની ઉપસ્થિતિ હતી સમગ્ર સપ્તાહ દરમિયાન સવાર અને સાંજ કુલ ર૩પ ભાઇઓ અને બહેનોએ યજ્ઞના યજમાન પદને સુશોભિત કરેલ યજુર્વેદ મંત્રોના વેદપાઠ કરી યજ્ઞ કરાવેલ, યજ્ઞોપરાંત આર્યસમાજના ઉપપ્રમુખ ભરતભાઇ આડેસરા તથા સભાસદ લાભુબહેન પિપરીયા, આર્યમાજના પુરોહિત યોગેશ શાષાીએ સુંદર ભજન પ્રસ્તુત કરેલ આર્યસમાજના આમંત્રણ પર પધારેલ ડો. શ્રીમતી દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર)નું સર્વપ્રથમ આર્યસમાજનાં પદાધિકારીઓએ યજુર્વેદ ભાષ્ય (ગુજરાતી) ભેંટ સ્વરૂપે આપીને સનમાન કરેલ. બંને બહેનોએ પોત- પોતાના વિચારો પ્રવચનનાં માધ્યમથી પ્રસ્તુત કરેલ દર વર્ષની જેમ આર્યપરિવારનાં અભ્યાસ કરતા બાળકોને તથા આર્યવીર દળનાં બાળકોને પ્રોત્સાહન માટે પારિતોષિક આપવામાં આવેલ. ત્યારબાદ સ્વામી વિવેકાનંદજીનું પ્રમુખ અનેઉપપ્રમુખે શાલ અને ઉપવષા પહેરાવીને સન્માન કરવામાં આવેલ. આર્યસમાજના વિશેષ સહયોગી અમરસિંહજી રાઠોડનું પણ સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમમાં મનિષભાઇ રાડીયા(દંડક રાજકોટ મહાનગરપાલિકા), મનસુખભાઇ સુવાગીયા (પ્રમુખ જલ ક્રાંતી ટ્રસ્ટ) ભગવાનજીભાઇ ભીમાણી (પ્રમુખ આર્યસમાજ ટંકારા) સુરેશભાઇ ચાવડા (વૈદિક મહાસભા) ઉપસ્થિત રહેલ, કાર્યક્રમના અંતમાં પ્રમુખ નટવરસિંહ પરમારે દરેક મહાનુભાવનો આભાર પ્રગટ કરેલ અને અંતમાં ભોજન પ્રસાદ લઇ કાર્યકમની પૂર્ણાહુતિ કરાઇ હતી
(2:28 PM IST)










