તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
પૂ. ૐ ઋષિ સ્વામી સોમવારથી રાજકોટમાં: ક્રિષ્ન પર પ્રવચનો
પૂ. ઋષિજીએ ક્રિષ્ન-તત્વની સાધના કરીને શ્રીમદ્ ભાગવત ચાલીસા અને : શ્રી ક્રિશન બાવનીની રચના કરી છેઃ જન્માષ્ટમીથી ૪પ દિવસની સાધના જાણો


રાજકોટ, તા. ૯ : ચિંતનની ઉંચાઇ અને સાધનાની ઉંડાઇ પર બિરાજમાન મંત્ર યુગ પરિવર્તક પૂ. સંતશ્રી ૐ ઋષિ સ્વામીજી રાજકોટમાં ક્રિષ્નતત્વનો અલભ્ય ઉર્જા પ્રવાહ થયો છે. વહાવશે. તેઓશ્રી સોમવારથી ક્રિષ્નતત્વ પર પ્રવચનો આપશે.
તેઓશ્રીના કાર્યક્રમનું આયોજન શિવાલિક લકઝરીયા, બંગલા નં. ૭, ગ્વાલિયા રેસ્ટોરન્ટ વાળી શેરી, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમની વિશેષ વિગતો મો. ૯૮રપ૦ ૩૯૬ર૯ નંબર પરથી પ્રાપ્ત થશે.
પૂ. ૐ ઋષિ સ્વામીજીએ ભગવાનશ્રી ક્રિષ્નની દીર્ધ સાધના કરીને તેના પ્રસાદરૂપે શ્રીમદ ભાગવત ચાલીસા અને શ્રી ક્રિષ્ન બાવનીની રચના કરી છે. ઋષિજી પાંચ લાખથી વધારે મંત્રોના સર્જક છે અને વિવિધ સાધનાઓ પણ રજૂ કરી છે. તેઓના માર્ગદર્શનથી અસંખ્ય લોકો ઉર્જાવાન થયા છે.
જન્માષ્ટમી સાધના
મંત્ર સંહિતા ગ્રંથમાં ૐ ઋષિજી લખે છે કે, શ્રીકૃષ્ણ દિવ્યતાના એક એવા બિંદુ જેવું છે કે જે ે જીવન સ્વયં ભગવાન શ્રીકળષ્ણ પણ પોતે ના જીવી શકે માટે હું સ્પષ્ટ કહી શકું છું કે ભગવાન શ્રીકળષ્ણ જેવો મહાઅવતાર આ પળથ્વી ઉપર કયારેય થશે નહીં.
આપ સૌ જન્માષ્ટમીના દિવસે જન્મેલા ભગવાન શ્રીકળષ્ણની સાધના કરી આપના જીવનમાં સમળદ્ધિ અને પ્રગતિનાં અકલ્પિત માર્ગ ખૂલે જેના માધ્યમથી સમળદ્ધિ અને ઉન્નતિ મેળવી ભગવાન શ્રીકળષ્ણની કળપાભક્તિ અને શ્રીકળષ્ણ જન્માષ્ટમીનું પુણ્યફળ મેળવો એ માટે ચમત્કારિક મંત્ર સાધના આપું છું, જે પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિ સાથે કરી પુણ્યશાળી બનો એ જ મારા આશીર્વાદ.
મંત્ર ૐ શ્રીદા શ્રીકળષ્ણ સિદ્ધ સિદ્ધ પ્રાંગ નમઃ ?
શુભ દિવસોઃ જન્માષ્ટમીના દિવસથી શરુ કરી ૪૫ દિવસ સુધી
શુભ સમયઃ
સ્થાપનઃ કોઈપણ સમય
સાધનાઃ કોઈપણ સમય
ઉત્થાપનઃ ૪૫ દિવસની સાધના પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે ૭થી ૧૦ વચ્ચે
મંત્ર સાધનાની રીતઃ સૌપ્રથમ લાકડાના બાજઠ અથવા પાટલા ઉપર લીલા રંગનું કપડું પાથરી કાર્યસિદ્ધિચક્ર ચક્રને કાપીને લેમિનેશન કરાવી સ્થાપનમાં મૂકવું અને એની આગળ ચોખા અને ઘઉંની એક-એક મુઠ્ઠી ઢગલી કરવી તેમજ તે બંને ઢગલીની અંદર એક-એક રૂપિયાનો સિક્કો મૂકી દેવો પછી એ સ્થાપન સામે બેસીને અથવા કોઈપણ જગ્યાએ રહીને ઉપર આપેલ મંત્ર નવ વખત કરી એકવાર ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ કરવો.
આ સાધના કુલ ૪૫ દિવસ સુધી કરવી. આ સાધના કોઈપણ સમયે થઈ શકે અને સાધના કરતી વખતે કોઈપણ રંગનાં વષાો પહેરી શકાશે. આ સાધના પૂર્ણ થયા બાદ બંને સિક્કા તિજારીમાં મૂકવા અને બાકી બધી વસ્તુઓનું જળમાં વિસર્જન કરવું.
ધારણ કરવાના વષાનો રંગઃ કોઈ પણ રંગના વષાો
ધ્યાનમાં રાખવાની બાબતઃ સાધના ૪૫ દિવસની છે તેથી કુલ મળીને ૪૫ દિવસ ગણતરીમાં લેવા. વચ્ચે કોઈ કારણસર દિવસ પડે તો એની ચિંતા કરવી નહિ. દરેક સભ્યો મંત્ર કરી શકે.
આ પ્રમાણે જન્માષ્ટમીની ૪પ દિવસની સાધના સંપન્ન થાય છે.
(3:57 PM IST)










