તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
સાગર ચોક આર.એમ.સીના કવાર્ટરની લોબીમાં તીનપતી રમતા છ પકડાયા
તાલુકા પોલીસનો દરોડોઃ રૂા.૨૮ હજારની રોકડ સહિતની મતા કબ્જે

રાજકોટ તા.૯: શહેરના સાગર ચોક પાસે આવેલા આર.એમ.સીના કવાર્ટરની લોબીમાં તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને તાલુકા પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ સાગર ચોક પાસે આર.એમ.સી કવાર્ટરમાં કેટલા શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસના એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી આર.એમ.સી. કવાર્ટરમાં બ્લોક નં.રના ત્રીજા માળે લોબીમાં તીનપતીનો જુગાર રમતા કવાર્ટર નં.૧૨૪૦નો કાનો દિનેશભાઇ શીયાળ, રૈયાધાર ઇન્દીરાનગરના હિતેશ જયંતીભાઇ જાદવ, આનંદનગર કોલોની બ્લોક નં.એચ/પ રૂમ નં.૨૩૫ના જય રાજેશભાઇ કક્કડ, ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીના મનીષ રણછોડભાઇ રોજાસરા, કોઠારીયા ગામ ચોરા પાસે રહેતા મયુર બળવંતભાઇ બગથરીયા અને રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતા સુનીલ જસમતભાઇ બાબરીયાને પકડી લઇ રૂા.૨૮૯૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
(4:03 PM IST)










