News of Monday, 11th August 2025
કેવડાવાડીના મંજુલાબેન રાઠોડનું બાઇકની ઠોકરે ચડી જતાં મોત
૭૦ વર્ષિય વૃધ્ધા શનીવારે સોરઠીયાવાડીમાંથી ઘરે આવી રહ્યા હતાં ત્યારે પવનપુત્ર ચોકમાં બનાવઃ સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: કેવડાવાડીના વૃધ્ધા સોરઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બાઇકની ઠોકરે ચડી જતાં ઇજા થતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ કેવડાવાડી-૧૧માં રહેતાં મંજુલાબેન નટવરલાલ-નટુભાઇ રાઠોડ (ઉ.વ.૭૦) શનિવારે તા. ૯ના રોજ બપોરે બે વાગ્યે સોરઠીયાવાડીમાં કામ માટે ગયા હતાં. ત્યાંથી પરત ઘરે જવા પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે પવનપુત્ર ચોકમાં રસ્તો ઓળંગતી વખતે બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સ્વિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનારને સંતાનમાં બે દિકરા છે. બનાનવી જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડે કરતાં ં ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ તોરલબેન જોષીએ મૃત્યુ પામનારના દિકરા વિપુલભાઇ નટુભાઇ રાઠોડની ફરિયાદ પરથી બાઇક નં. જીજે૦૩એલએસ-૨૧૨૫ના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
(2:25 PM IST)










