<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

૭ દરોડામાં જુગાર રમતાં ૪૮ પકડાયા

 

ઘરમાં અને જાહેરમાં ફિલ્‍ડ માંડી દીધા હતાં: એ-ડિવીઝન પોલીસનો સોની બજારમાં, એલસીબી ઝોન-૧ ટીમના કુવાડવા રોડ અને કાળીપાટમાં, તાલુકા પોલીસનો મોકાજી સર્કલ પાસે, યુનિવર્સિટી પોલીસનો રૈયાધારમાં અને થોરાળા પોલીસનો સામા કાંઠે શક્‍તિ સોસાયટીમાં દરોડો

રાજકોટ તા. ૧૧: શ્રાવણીયા જૂગારના દરોડાનો દોર યથાવત રહ્યો છે. એ-ડિવીઝન, એલસીબી ઝોન-૧ ટીમે બે, બી-ડિવીઝન, યુનિવર્સિટી અને તાલુકા પોલીસ, આજીડેમ પોલીસ અને થોરાળા અલગ અલગ સ્‍થળે ૭  દરોડા પાડી મકાનમાં અને જાહેરમાં પત્તા ટીચી રહેલા કુલ ૪૮ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં. આ તમામ દરોડામાં ૧ લાખ ૪૦ હજારની રોકડ કબ્‍જે કરી હતી.

એ-ડિવીઝન પોલીસે સોની બજાર માંડવી ચોક કામદાર શેરીના ખુણે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમી રહેલા ધર્મેન્‍દ્ર ધીરજલાલ ત્રિવેદી (રહે. સેરેનિયમ સિટી માધાપર ચોકડી નવમો માળ), નિલેષ દિનેશચંદ્ર આડેસરા (રહે. લક્ષ્મીવાડી-૪), જીતેન્‍દ્ર ખુશાલદાસ પાટડીયા (રહે. દેવપરા-૨), ભરત કનૈયાલાલ આડેસરા (રહે. પ્રહલાદ પ્‍લોટ-૨૨), રાજેશ મનુભાઇ મિષાી (રહે. બેડીપરા ભનુકાકા શેરી) અને હિતેષ હસમુખભાઇ બોસમીયા (રહે. ખોડીયારપરા-૨, મોરબી રોડ)ને પકડી લઇ રૂા. ૩૫૦૦ કબ્‍જે લીધા હતાં. હેડકોન્‍સ. સંજયભાઇ ચોૈહાણ, લલીતભાઇ વાઘેલા, અનિરૂધ્‍ધસિંહ ચાવડા, વનરાજભાઇ ધરજીયા, એએસઆઇ એમ. બી. જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

કુવાડવા રોડ પોલીસે ઓડીના શો રૂમ સામે શાંતિ ઇન્‍ડસ્‍ટ્રીઝના ગેઇટ પાસે દરોડો પાડી સ્‍ટ્રીટ લાઇટના અજવાળે પત્તા ટીચી રહેલા કિશોર દેવશીભાઇ આસોદરીયા (મોરબી રોડ જમુના પાર્ક-૮), ગોપાલ છેલાભાઇ બાંભવા (ગ્રીનલેન્‍ડ ચોકડી શિવનગર-૧), પ્રકાશ ધીરૂભાઇ કમેજરીયા (મનહર સોસાયટી, આરટીઓ પાછળ), પોપટ પરબતભાઇ વકાતર (નવાગામ દેવનગર ઢોળો), સંજય જેઠાભાઇ મુંધવા (સંત કબીર રોડ ગોકુલનગર-૫), ગોપાલ વાલજીભાઇ સરાવડીયા (નવાગામ તા. ચોટીલા) અને રોહિત રવજીભાઇ કુંડાળીયા (ન્‍યુ સુભાષનગર-૧, હરિ ધવા રોડ)ને પકડી લઇ ૩૫૬૫૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીએસઆઇ ચુડાસમા, મનરૂપગીરી, ભરતભાઇ, હરેશભાઇ, હિતેન્‍દ્રસિંહ ઝાલા, હિતેષભાઇ પરમાર, સતુભા, રવિરાજભાઇ, દિવ્‍યરાજસિંહ સહિતની એલસીબી ઝોન-૧ ટીમે આ દરોડો પાડયો હતો.

ઉપરોક્‍ત ટીમે બીજો દરોડો કાળીપાટ ગામે હનુમાનજીના મંદિર પાસે પાડી જાહેરમાં જૂગાર રમી રહેલા કાળીપાટના વિશાલ સુખાભાઇ ગોવાણી, કાનજી ભગવાનજીભાઇ સરવૈયા, બજરંગવાડી-૬ના રજાક યુસુફભાઇ અંસારી, નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટીના મનિષ રણછોડભાઇ રોજાસરા અને માધાપર પાસે મફતીયાપરામાં રહેતાં રાજુ કરસનભાઇ રાઠોડને પકડી લઇ રૂા. ૨૭૧૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

જ્‍યારે ત્રીજા દરોડામાં બી-ડિવીઝન પોલીસે જુના માર્કેટ યાર્ડ પાસે શિવમ્‌ સોસાયટી-૩માં  રહેતાં પ્રકાશ નાથાભાઇ રીબડીયાના ઘરમાં દરોડો પાડી પ્રકાશ તેમજ સેટેલાઇટ ચોક યોગી પાર્કના જમન ઉર્ફ જગદીશ કરમશીભાઇ અણદાણી, શ્રીશક્‍તિ પાર્ક-૪ના વિપુલ ડાયાભાઇ તળપદા, મોરબી રોડ રાધીકા પાર્ક-૨ના પંકજ છનગભાઇ અણદાણી, મોરબી રોડ ખોડલ પાર્કના ધનસુખ પરષોત્તમભાઇ ભંડેરી, આરટીઓ પાસે શિવમ્‌ સોસાયટીના સુરેશ કરસનભાઇ રજપૂત, મોરબી રોડ પ્રમુખદર્શન કોમ્‍પલેક્ષના જયેશ વલ્લભભાઇ  બુસા અને સેટેલાઇટ ચોક બ્રહ્માણી પાર્કના ભાવેશ સુરેશભાઇ રામાણીને પકડી લઇ  ગંજીપાના તથા રૂા. ૧૫૨૫૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઅસઆઇ ડી. બી. ગાધે, અજયભાઇ ચોૈહાણ સહિતે આ દરોડો પાડયો હતો.

ચોથા દરોડામાં તાલુકા પોલીસે નાના મવા એક્‍યુરેટ ગેરેજની સામે મોકાજી સર્કલ નજીક મકાનમાં દરોડો પાડી જૂગાર રમતાં મકાન માલિક  બળભદ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, દ્વારકાધીશ હાઇટ્‍સ શિતલ પાર્કના મીત શૈલેષભાઇ નથવાણી, શાષાીનગર અજમેરા ઇ-૬૦ના ભાર્ગવસિંહ ભોજરાજસિંહ જાડેજા, મોકાજી સર્કલ પાસે રહેતાં દિપકસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ સહદેવસિંહ જાડેજા અને અજયસિંહ ઇન્‍દ્રસિંહ ઝાલાને પકડી લઇ ૧૦૧૯૦ની રોકડ કબ્‍જે કરી હતી. બળભદ્રસિંહ માણસો ભેગા કરી ઘરમાં જૂગાર રમાડી રહ્યાનો ગુનો પોલીસે નોંધ્‍યો હતો. પીએસઆઇ બી.આર. ભરવાડ, હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ઉગાભાઇ બાળા, શિવભદ્રસિંહ ગોહિલ, નિકુંજભાઇ મારવીયાએ આ દરોડો પાડયો હતો.જ્‍યારે રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર જાકીર હુશેન સ્‍કૂલ સામે પ્‍લોટ નં. ૨૧૦માં રહેતાં કાંતિ ઉર્ફ કનુ રામજીભાઇ વાઘેલાના ઘરમાં જૂગાર રમતો હોવાની બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી કાંતિ તેમજ રૈયાધાર શાંતિનગરના સુનિલ લાખાભાઇ પરમાર, મહેશ રમેશભાઇ રાઠોડ, કરસન શામજીભાઇ જાદવ, જયેશ માવજીભાઇ ચાવડા, મહેશ જેન્‍તીભાઇ મોભેરા, ધ્રોલના રોજીયા ગામના મહેશ જેન્‍તીભાઇ મોભેરા, રૈયાધાર રાણીમા રૂડીમા ચોકના રાજુ પરષોત્તમભાઇ ચોૈહાણ તથા રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર-૪૨ના ગોવિંદ ભવાનભાઇ વાઘેલાને પકડી લઇ ગંજીપાના તથા રોકડા રૂા. ૧૩૭૦૦ કબ્‍જે કર્યા હતાં. પીએસઆઇ એચ. એમ. મણવર, વિરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતે આ દરોડો પાડયો હતો.

 જ્‍યારે થોરાળા પોલીસે  સંત કબીર રોડ પર શક્‍તિ સોસાયટી-૫માં રહેતાં પ્રવિણ હંસરાજભાઇ ભંડેરીના ઘરમાં દરોડો પાડી તેને તથા સંજયનગર-૩ના અશોક પ્રાગજીભાઇ ચોૈહાણ, વિમલ નાથાભાઇ મોરાણી, સંજયનગર-૪ના ગોૈતમ રામજીભાઇ સોલંકી અને રણછોડનગર-૧૪ના જયસુખભાઇ બાબુભાઇ બળેલીયાને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૩૫૦૦૦ રોકડા કબ્‍જે લીધા હતાં. પીએસઆઇ સી. વી. ચુડાસમા, હાર્દિકભાઇ છૈયા, અજયભાઇ ચાવડા, સંજયભાઇ હેરમા, ચેતનભાઇ મકવાણા, દેવેન્‍દ્રસ્‍ંિહ, પ્રતાપભાઇ, જલ્‍પાબેન ફાચરા સહિતે આ દરોડો પાડયો હતો.

(2:28 PM IST)