News of Monday, 11th August 2025
સમસ્ત દરજી સમાજના લોકો માટે મંગળ-બુધ રૂા.૨૦૦ના રાહત દરે મીઠાઇ ફરસાણ વિતરણ
દરજી જ્ઞાતિની વાડીએ અંદાજે બે હજાર કીટનું થશે વિતરણ

રાજકોટઃ સમસ્ત દરજી સમાજ રાજકોટ દ્વારા તા.૧૨તથા તા.૧૩ બુધવાર ના રોજ દરજી સમાજ ટ્રસ્ટની જ્ઞાતીની વાડીએથી જન્માષ્ટમી ઉત્સવ નીમીતે મીઠાઇ તથા ફરસાણની કીટનું આયોજન કરેલ છે.
રૂા. ૨૦૦માં મોહનથાળ અને ત્રણ ફરસાણ વિતરણ કરવામાં આવશે. અંદાજે બે હજાર કીટનું વિતરણ થશે.
જેમાં સમસ્ત દરજી સમાજના લોકોએ પોતાની કીટ જે તે જ્ઞાતિની વાડીમાં જેમણે બૂકિંગ કરાવેલ હશે તેઓને ઉપરોકત તારીખે વિતરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે ૧. ગુજરાતી મચ્છુકાઠીયા દરજી જ્ઞાતિની વાડી પ્રમુખ રાજુભાઇ ચૌહાણ ૨. મચ્છુકાઠીયા સઇ સુથાર જ્ઞાતિની વાડી કમળ ગંગા પ્રમુખ હરીશભાઇ જંગબારી, ૩.સોરઠીયાદરજી જ્ઞાતિની વાડી પ્રમુખ સતીષભાઇ ગોહેલ, ૪. ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ પ્રમુખ, કલ્પેશભાઇ ગોહેલ૪. વાંઝા હીતેચ્છુ મંડળ પ્રમુખ ભરતભાઇ વઢવાણાનો સંપક કરવાનો રહેશે.
આયોજનને સફળ બનાવવા શ્રી સમસ્ત દરજી સમાજ રાજકોટના સ્થાપક અધ્યક્ષ તનસુખભાઇ બી. ગોહેલ(એડવોકેટ), પ્રમુખ ઉમેશકુમાર ધામેચા (જેપી), ઉપાધ્યક્ષ નિરજંનભાઇ સોલંકી, મંત્રી અરવિંદભાઇ પરમાર ઉમેશકુમાર ધામેચા, સલાહકાર સુરેશભાઇ મકવાણા, દિપકભાઇ પીઠડીયા,મુન્નાભાઇ પરમાર, સહ મંત્રી યોગેશભાઇ પીઠડીયા, ખજાનચી સંદિપભાઇ ગોહેલ, ઉપપ્રમુખ જીતુભાઇ પરમાર, સાંસ્કૃતિક મીટી પ્રમુખ ભરતભાઇ દુદકીયા, કારોબારી સભ્યો બી.ટી.રાઠોડ, મનીષભાઇ સોલંકી, હર્ષદભાઇ ગોહેલ, નિલેશભાઇ ડાભી, મીલાપભાઇ ચાવડા, જીતેનભાઇ મકવાણા, અશોકભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા તથા નલીનભાઇ ગોહેલ, ભીખુભાઇ ગોહેલ દરેક ૃમાજના અગ્રણી અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
વધુ વિગતો માટે મો. ૯૮૯૮૦૬૭૧૧૭ ઉપર સંપર્ક કરવો. ( તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:11 PM IST)










