તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
રાજવીની કમાલઃ સ્ક્રીન પાછળનો રોમાંચ આલેખ્યો
સોફટવેર એન્જીનિયર રાજવી કોટેચા રચિત પુસ્તક ‘ડિજીટેલ્સ' ૧૮મીએ લોન્ચ થશેᅠ : ૨૫ વર્ષિય રાજવીએ કોમ્પ્યુટર મોબાઇલની સ્ક્રીન પાછળનું વિજ્ઞાન રસપ્રદ સ્ટોરીરૂપે લખ્યું: અજાણી દુનિયાને સરળતાથી જાણો : અંગ્રેજી ભાષામાં કમાલ આલેખી : રાજવી અને તેમના પિતા જયેશ કોટેચા બંનેના જન્મદિને પુસ્તક લોન્ચ થશે

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પુસ્તક અર્પણ કરતી રાજવી તથા તેમના માતા આરતીબેન અને પિતા જયેશભાઇ કોટેચા નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૧ : શું તમે રોજબરોજ એપ્લિકેશન વાપરો છો?, શું તમને સ્ક્રીન પર દેખાતા પરિણામો પાછળની દુનિયા વિશે જાણવાની જિજ્ઞાસા છે?, જો તમારા મનમાં સહજ પ્રશ્ન ઉઠ્યો હોય કે આ બધી પ્રક્રિયા ચાલે છે કેવી રીતે?, તો આ પુસ્તક તમારા માટે જ લખાયું છે.
૨૫ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર રાજવી કોટેયા તેમના જીવનનું મહત્વપૂર્ણ સપનું સાકાર કરતા, તેમનું પહેલું પુસ્તક Digitales: Unlocking the Unseen લઈને આવી રહ્યા છે, જે રાજવી અને તેમના પિતાશ્રી જયેશભાઈ કોટેચા, બંને ના જન્મદિવસે, ૧૮ ઓગસ્ટ ૨૦૨૫, ના રોજ પ્રકાશિત થશે આ એક એવું પુસ્તક છે જે ટેકનોલોજી જેવી ડી બાબતને સરળ ભાષામાં અને હૃદય સ્પર્શી રીતે લોકો સમક્ષ રજૂ કરે છે.
ગુરુદેવના અનન્ય સેવક અને જાણીતા બિલ્ડર જયેશ કોટેયાની સુપુત્રી રાજવી કોટેયા ની સોફટવેર એન્જિનિયર ના કાર્યભારની સાથે પુસ્તકની લેખિકા તરીકેની યાત્રા તેમના વ્યવસાયિક અનુભવ અને વ્યક્તિગત અંતર મનના મિશ્રણનું પ્રતિબિંબ છે. ચાર વર્ષથી ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રાજવી એ ટેકનોલોજી ની આંતરિક રચનાને સારી રીતે સમજી હતી. રાજવી આસપાસની દુનિયાને જિજ્ઞાસા પૂર્વક જુએ છે અને જે અદ્રશ્ય છે તેને શબ્દોમાં ઢાળી દેવાની સહજ તાકાત ધરાવે છે, અને એ જ વિચારથી શરૂ થઈ રાજવીની પહેલી પુસ્તક યાત્રા જેમાં અનેક પ્રશ્નોના જવાબ કહાનીઓ દ્વારા આપેલ છે.
રાજવીએ લખેલી આ પુસ્તક ટેકનોલોજીની વાત જરૂર કરે છે. પણ ટેકનિકલ ભાષાની દ્રષ્ટિએ નહીં સંવેદનશીલતાથી. એવી રીતે કે જયાં ટેકનોલોજી પણ માનવીય લાગણી જેવી લાગે છે. આ પુસ્તક એક વાર્તાઓનો સંગ્રહ છે જેમાં કલ્પના અને લોજીક વચ્ચે સંવાદ છે. જીવંત ઉપમાઓ, હળવાશ ભર્યા કિસ્સાઓ અને લાગણી સભર વર્ણન દ્વારા ડિજિટલ દુનિયાની જટિલતાઓની સરળ રીતે રજૂઆત કરવામાં આવી છે. પુસ્તકના દરેક અંશમાં નાના એવા ક્ષણમાંથી એક મોટી દ્રષ્ટિ ભી થાય છે, કયાંક હૃદયસ્પર્શી ક્ષણો છે અને કયાંક આત્મવિચારણા ની ક્ષિતિજ છે.
પુસ્તકનો પ્રથમ વિભાગ, 'Everyday Engines' આપણા રોજિદા જીવનમાં હાજર એવા ડીજીટલ પળો પર પ્રકાશ ફેકે છે, જે આપણા જીવનને સરળ બનાવે છે છતાં તેમની હાજરીનો આપણને અંદાજ પણ નથી હોતો. આ વાર્તાઓ એ બતાવે છે કે કેવી રીતે ટેકનોલોજી આપણા માટે અજાણી હોવા છતાં જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે.
બીજો વિભાગ, 'Peeling the Layers' વધુ ડાણમાં જાય છે, જ્યાં ડિજિટલ ખ્યાલો ને સરળ અને રસપ્રદ વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવે છે. ડેટાનો પ્રવાહ હોય કે પછી API જેવી વ્યવસ્થા દરેક કરાની આપણી રોજબરોજના કિસ્સાઓમાંથી ટેકનિકલ બાબતોને સરળ અને માનવતા ભર્યા ચકોથી સમજાવે છે
ત્રીજો વિભાગ Heart behind the Screens', આપણા દ્રષ્ટિકોણને માનવીય દિશામાં લઇ જાય છે. વિચારો કરનારાઓ, સોફ્ટવેર ડેવલપર્સ અને તે લોકો જે કોડ ના દ્વારા આ દુનિયાને કાર્યશીલ બનાવે છે તેવી આ વિભાગની વાર્તાઓ લાગણી સભર છે અને માનવતા તરફ દોરી જાય છે જે સમજાવે છે કે ટેક્રોલોજી માત્ર સાધન નથી પણ તેની પાછળ જીવંત હૃદય ધબકે છે.
આ ત્રણ વિભાગો એક એવી યાત્રા બનાવે છે જે જાગળતિથી શરૂ થાય છે, સમજણ સુધી પહોંચે છે અને અંતે સહાનુભૂતિ અને માનવ સંવેદનામાં પૂરી થાય છે. આ ત્રણ વિભાગોનું અનોખું મિશ્રણ પુસ્તકને માહિતી પ્રદ નહીં પરંતુ હૃદયસ્પર્શી બનાવે છે.
આ પુસ્તકની ભાષા અને અંદાજ હળવો છે. જેથી દરેક વયના વાચક માટે સરળ બની રહે. તમે વિદ્યાર્થી છો. કે વ્યવસાયી કે માત્ર એ વ્યક્તિ જેને સ્કીન પાછળ શું ચાલે છે એ જાણવા ઉત્સુકતા હોય. આ પુસ્તક તમને ટેકનોલોજીની દુનિયામાં તરવૈયા બનાવી શકે છે. એ પણ કોઈ ભાર વગર પુસ્તકની સરળતા એ એનું શક્તિસ્થાન છે. અને તેની એક એક વાર્તા એવા શક્તિશાળી સંદેશ સાથે આવે છે કે વાચકને સ્કીન પાછળનો દુનિયામાં હસતા હસતા લઈ જાય છે.
રાજવીએ લખેલું આ પુસ્તકનું પ્રકાશન શોપીઝન પબ્લીશર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થવાનું છે. આ પુસ્તક શોપીઝન એપ્લિકેશન પર પ્રકાશનના દિવસથી ઉપલબ્ધ રહેશે ત્યારબાદ ટૂંક સમયમાં એમેઝોન પર પણ ઉપલબ્ધ થશે. આ અંગે વધારે વિગતો માટે જયેશ કોટેચા ૯૮રપ૭૦૯૮ર૭ નો સંપર્ક થઇ શકે છે.
પરદાદા પણ લેખક હતા
રાજકોટ : રાજવીના જીવનમાં લેખન એક વારસામાં મળેલી સાહિત્ય પ્રેરણા તરીકે પણ રહેલું છે. તેમના પરદાદા, નારણદાસભાઈ કોટેચા, બીલખા પાસેના ખીજડીયા સ્ટેટના ન્યાયધીશ હતા, અને ખૂબ સારા લેખક પણ હતા. તેમણે દાયકાઓ પહેલા ‘પ્રાણીઓની અપીલ' નામનું પુસ્તક લખ્યું હતું. રાજવીના પિતાશ્રી જયેશભાઈ કોટો પણ લેખન પ્રત્યે ઉંડી રુચિ ધરાવે છે. આ વારસા ને ચોથી પેઢીની રાજવી કોટેચા એ જીવંત રાખ્યો છે.
(3:20 PM IST)










