News of Monday, 11th August 2025
કુવાડવા રોડ શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ભાર્ગવ પર હુમલો
સમીર ઉર્ફ સમલો અને ફયાઝે છરી-ધોકાથી ઘાયલ કર્યો

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં અને આંગડીયા પેઢીમાં નોકરી કરતાં ભાર્ગવ્ ધર્મેશભાઇ ગોહેલ (ઉ.વ.૨૨) નામના યુવાનને સાંજે સાડા આઠેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે ફયાઝ, સમીર અને અજાણ્યાએ ઝઘડો કરી છરી, ધોકાથી હુમલો કરી માર મારતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી.
ભાર્ગવએ જણાવ્યું હતું કે ભાર્ગવ અને સમીર ઉર્ફે સમલા બંને ટાઉનશીપમાં ઉપર નીચે રહે છે. અગાઉ બંને વચ્ચે સામાન્ય વાતે ગાળાગાળી થતા તેનો ખાર રાખી સમીરએ સાંજે ફોન કરી ભાર્ગવને બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ ભાર્ગવ ઘર નીચે જતા સમીર અને ફયાઝે ગાળો દેતાં ભાર્ગવે પણ સામે ગાળો દેતાં બંનેએ હુમલો કર્યો હતો.
(3:52 PM IST)










