તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
હાઇકોર્ટમાં મામલો પેન્ડીંગ હોવા છતાં રંગોલી પાર્ક ખાતેની દુકાનો જાહેર હરરાજીથી વેચવા સામે સ્થાનિક લોકોનો વિરોધ

રાજકોટઃ તા. ૧૧, અત્રે કટારીયા ચોકડી નજીક આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવેલ રંગોલીપાર્ક કોલોનીમાં બંને રસ્તાની સાઇડ ઉપર આવેલ ૬૮ દુકાનોનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં હાઉસીંગ બોર્ડ દ્વારા આ દુકાનોને જાહેર હરરાજી દ્વારા વેચવાની જાહેરાત અખબારોમાં પ્રસિધ્ધ કરતા દુકાન લઇ લોકો દસ્તાવેજ નહી તે મુદે આજે રંગોલી પાર્ક સોસાયટી ફલેટ હિત રક્ષક સમિતિના અધ્યક્ષ ભીખાલાલ સહાયતા, રાયધનભાઇ સહિતના અગ્રણીઓએ આ બાબતે આજે અમદાવાદ હાઇકોર્ટ ખાતે રવાના થતા હતા.
આજે હાઇકોર્ટમાં આ મેટરની સુનાવણી હોય અને તેમાં ઉપરોકત દુકાનો તેમજ અન્ય મુદાઓ અંગે પીટીશન થયેલ હોવા છતાં અને આ મુદા નિર્ણય થવા માટે હાઇકોર્ટમાં હોવા છતાં હાઉસીંગ બોર્ડ દ્વારા રંગોલી પાર્ક વાળી દુકાનો વેચવાની તજવીજ કરતા હોય દુકાનો લઇને કોઇ લોકો ફસાઇ નહી તે માટે આજે હાઇકોર્ટમાં રજુઆત કરવાના હોવાનું જણવા મળે છે. આ અંગે હાઇકોર્ટ અધ્યક્ષ ભીખાલાલ સહાયતાએ ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી ને આ હરરાજી અટકાવવા જાણ કરેલ.
રંગોલી પાર્ક સમિતિ વતી હાઉસીંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી જણાવાયું છે કે ૬૮ દુકાનો પાર્કીગની જગ્યામાં બનાવવામાં આવી છે તેથી આ મુદૃો જયાં સુધી હાઇકોર્ટમાં છે અને તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી દુકાનોની હરરાજી શકય નથી.
જો આ દુકાન વેચાશે તો આ દુકાનો ખરીદનારાઓ તેના વાહનો કયાં પાર્ક કરશે તેના પાર્કિગની પણ કોઇ વ્યવસ્થા નથી આ યોજના કેટલીક શરતોનો ભંગ પણ થયો છે અધુરા બાંધકામ અને શરત ભંગ અંગે આખી સોસાયટીને બીન વપરાશનું પ્રમાણપત્ર પણ મળ્યું નથી ત્યારે હાઇકોર્ટની જાણ બહાર આ દુકાનો વેચાણ ગેરકાયદેસર હોય અને આ મામલો હાઇકોર્ટમાં વિચારાધીન હોય હાઉસીંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરને રંગોલી પાર્ક સોસાયટીની હિતરક્ષક સમિતિ દ્વારા દુકાનોની હરરાજી અટકાવવા પત્ર પાઠવવામાં આવેલ છે.
(3:55 PM IST)










