<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

રક્ષાબંધને BRTS-સીટી બસમાં પ૧ હજાર બહેનોએ વિનામૂલ્‍યે સેવાનો લાભ લીધો

 

રાજકોટ, તા. ૧૧ :  મહાનગરપાલિકા દ્વારા તા.૦૯  શનિવારના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે  બી.આર.ટી.એસ. બસમાં કુલ-૧૭૦૦૨ અને સિટી બસમાં કુલ-૩૪૪૪૯ બહેનો/મહિલાઓએ નિઃશુલ્‍ક સેવાનો લાભ લીધો હતો. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મહાનગરપાલિકા હસ્‍તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.૦૯/૦૮/૨૦૨૫, શનિવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્‍ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં બી.આર.ટી.એસ. બસમાં કુલ-૧૭૦૦૨ અને સિટી બસમાં કુલ-૩૪૪૪૯, કુલ-૫૧૪૫૧ બહેનો/મહિલાઓએ નિઃશુલ્‍ક સેવાનો લાભ લીધો હતો તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરનરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્‍ત બહેનો/મહિલાઓ નિઃશુલ્‍ક મુસાફરી કરી હતી જયારે પુરુષો/ભાઈઓએ મુસાફરી દરમ્‍યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લઈને મુસાફરી હતી હતી.

(4:46 PM IST)