તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ઘી-બટર-પાન મસાલા- આઇસ્ક્રીમના નમુના ફેઇલ : પાંચ પેઢીને દંડ ફટકારતા એડી. કલેકટર

રાજકોટ, તા. ૧૧ : જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલી જતા સુનાવણી બાદ, એડિશનલ કલેક્ટરે ખાદ્ય સુરક્ષા કાયદાના ભંગ બદલ શહેરમાંથી લેવાયેલા પાંચ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં, એડિશનલ કલેક્ટર દ્વારા કુલ રૂા.૧,૭૦,૦૦૦ નો દંડ ફટકાર્યા હતા.
આ કાર્યવાહીમાં દંડ ફટકારવામાં આવેલી પેઢીઓની વિગતો આ મુજબ છે. આનંદભાઈ લુણાગરિયા (શુદ્ધ ઘી): રણછોડ નગર મેઈન રોડ, વેકરિયા નગર. નમૂનામાં ભેળસેળ જણાતા રૂા.૨૫,૦૦૦ નો દંડ ક્રિષ્ના ડેરી ફાર્મ (શુદ્ધ ઘી): મવડી રોડ. ઘીના નમૂનામાં સબ-સ્ટાન્ડર્ડ ગુણવત્તા જણાતા રૂા.૨૫,૦૦૦ નો દંડ,નેપલ ફૂડ (સીઝ): ૧૫૦ ફૂટ રિંગ રોડ. આ પેઢીને રૂા.૭૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.ધ સેન્ડવીચ અડ્ડા (બટર): વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પાસે. બટરના નમૂનામાં ભેળસેળ જણાતા રૂા.૩૫,૦૦૦ નો દંડ ડી લાઇટ આઈસ્ક્રીમ (પાન મસાલા આઈસ્ક્રીમ): નમૂનામાં ભેળસેળ જણાતા રૂા.૧૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
(3:57 PM IST)










