<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

વાટીકા સોસાયટીનો કોમન પ્‍લોટ પેવીંગથી મઢાશે : કામનો પ્રારંભ

વોર્ડ નં. ૪માં ૫.૩૬ લાખના ખર્ચે થનાર કામનું મેયર નયનાબેનના હસ્‍તે ખાતમુહુર્ત

 રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૧ સોમવારના રોજ વોર્ડ નં.૪માં આવેલ શ્રી વાટીકા સોસાયટીના કોમન પ્‍લોટમાં રૂ.૫.૩૬ લાખના ખર્ચે પેવીંગ બ્‍લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ કાનાભાઈ, વોર્ડ પ્રભારી જે. ડી. ભાખર, વોર્ડ મહામંત્રી ભરતભાઇ લીંબાસીયા, વોર્ડ આગેવાન કાનાભાઈ ઉધરેજા, જનકભાઇ કુગસીયા, ચંદુભાઈ ભંડેરી, કલ્‍પેશભાઈ ડાંગર, રાજશ્રી માલવીયા, દીલીપભાઈ બોરીચા, મયૂરભાઈ, દિલીપભાઇ ઢાંકેચા, રાજુભાઇ વઘાસીયા, અશોકભાઇ સુવાગીયા, રસિકભાઈ ડોબરીયા, ભાવેશભાઈ ભાલુ, જગદીશભાઇ ઠુમ્‍મર, હિરેનભાઈ ઢોલરીયા, નિલભાઈ ડોબરીયા, શારદાબેન ઢાંકેચા, રૂપલબેન ભાલુ, રસિકભાઈ કાકડીયા, હર્ષાબેન સુવાગીયા   વગેરે ઉપસ્‍થિત રહેલ હતા. વાટીકા સોસાયટીના કોમન પ્‍લોટમાં પેવીંગ બ્‍લોક કામથી સોસાયટીના રહીશોને ફાયદો થશે અને સુવિધામાં વધારો થશે.  (૩.૧૭)

(4:04 PM IST)