તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
રોગચાળામાં ઘટાડોઃ ગત અઠવાડીયા કરતા આ અઠવાડીયે આંશીક ઘટાડો
શહેરમાં છેલ્લા સપ્તાહમાં શરદી- તાવ- ઉધરસના ૧૭૦૦ કેસ : તંત્રનો ૮૭૮૯૦ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૬૯૩ને નોટીસ

રાજકોટ, તા.,૧૧: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં ઘટાડો જોવા મળ્યા છે. ગત અઠવાડીયે ૧૮૦૦ જેટલા દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે આ સપ્તાહે ૧૭૨૭ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૨ કેસ નોંધાયો છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૪ થી ૮ ઓગષ્ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧ તથા મેલેરિયાનો ૧ કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૧૭૨૭ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૬૭ તેમજ સામાન્ય તાવના ૭૮૫ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૭૦, ટાઇફોડના ૨ તથા કમળાના ૩ સહિત કુલ ૧૭૨૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૩૨૦૧ તેમજ સામાન્ય તાવના ૨૪૩૦૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૬૪૫૪ તથા ટાઇફોડનો ૬૫ તેમજ કમળાના ૯૧ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ
૬૯૩ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૭૮૯૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૮૨૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૬૧ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૬૯૩ લોકોને નોટીસ પાઠવી હતી.
(4:11 PM IST)










