<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

‘'વન - ડે - વન - વોર્ડ'' ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૯નો કાર્યક્રમ તા.૧ સપ્‍ટેમ્‍બર યોજાશે

વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્‍વયે : કાલે તિરંગા યાત્રા અનુસંધાને કાર્યક્રમની તારીખ બદલાઇ

રાજકોટઃ ચોમાસાની ઋતુને ઘ્‍યાને લઇને વાહકજન્‍ય રોગો જેવા કે ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્‍યના હિતાર્થે મહાનગરપાલિકા દ્વારા તા.૦૪- ઓગસ્‍ટથી ‘‘વન-ડે-વન-વોર્ડ'' કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૧ થી વાહક નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આજે તા.૧૧- સુધીમાં ૬ વોર્ડમાં આ કામગીરી કામગીરી કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. ૫રંતુ કાલે તા.૧૨ના રોજ ‘'તિરંગા યાત્રા'' ને અનુલક્ષીને કાર્યક્રમ મુજબના વોર્ડ નં. ૯ ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેથી ‘‘વન-ડે-વન-વોર્ડ'' અંતર્ગત વોર્ડ નં. ૯ માં આ ઝુંબેશ આગામી તા.૦૧/સપ્‍ટેમ્‍બરના સોમવાર રોજ હાથ ધરવામાં આવનાર છે.

(4:14 PM IST)