<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

બીયરના ૪ ટીન સાથે બે ઝડપાયા પછી વૃધ્‍ધને દારૂ-બીયર સાથે ઝડપી લેવાયા

પેડક રોડ નારાયણનગર-૨માં ડીસીબીનો દરોડો અશ્વીન સાંગાણી, લલીત જુલાપરા અને વેંચનારા બાવાલાલ રંગાણીની ધરપકડ

રાજકોટ તા. ૧૧: પેડક રોડ પર પાણીના ઘોડા પાસે નારાયણનગર-૨માં રહેતા ૬૬ વર્ષના વૃધ્‍ધ બાવાલાલ મોહનલાલ રંગાણી દારૂ વેંચે છે તેવી બાતમી ડીસીબી પોલીસને મળતાં ત્‍યાં ટીમ પહોંચતા આ મકાનનજીકથી ટુવ્‍હીલર જીજે૦૩એનડી-૦૫૪૫ પર બેસી બે શખ્‍સ શંકાસ્‍પદ રીતે નીકળતાં અટકાવી ડેકીની તલાસી લેતાં અંદરથી બીયરના ૪ ટીન મળતાં ૯૨૦ના ટીન તથા ૩૦ હજારનું વાહન કબ્‍જે કરી બે શખ્‍સ અશ્વીનગોબરભાઇ સાંગાણી (ઉ.વ.૪૫-રહે. નારાયણનગર-૭, પાણીના ઘોડા પાસે) અને લલીત મુકેશભાઇ જુલાપરા (ઉ.વ.૨૫-રહે. ભાવનગર રોડ ગંજીવાડા-૩)ની ધરપકડ કરી હતી.

આ બંને શખ્‍સની પુછતાછ કરતાં  વિગત ખુલી હતી કે અશ્વીન અને લલીત ઇમીટેશનનું મજુરી કામ કરે છે. બંનેની પુછતાછ કરતાં તેઓ નારાયણનગર-૨માં રહેતાં વૃધ્‍ધ બાવાલાલ રંગાણીના ઘરેથી બીયર લઇ આવ્‍યાનું કહેતાં પોલીસ ત્‍યાં પહોંચતા આ વૃધ્‍ધના ઘરમાંથી બીયરના વધુ  ૩૫ ટીન તથા ઓલ સીઝન વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ચાર ચપલા મળી આવતાં તે કબ્‍જે કરી વૃધ્‍ધની પણ ધરપકડ કરી હતી.

પીઆઇ એમ.આર. ગોંડલીયા, સી.એચ. જાદવ, એમ. એલ. ડામોરની રાહબરીમાં વિજયભાઇ સોઢા, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, અનુજભાઇ ડાંગરે આ કામગીરી પીએસઆઇ એસ. વી. ચુડાસમાની રાહબરીમાં કરી હતી.

(4:38 PM IST)