તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 12th August 2025
૫૮ વર્ષથી જોહર કાર્ડસ તરફથી ૮૦૦ બ્રાહ્મણોને વિનામૂલ્યે રાખડી વિતરણઃ શ્રી ઓમ શિવમ ગ્રુપ દ્વારા જાહેર સન્માન

રાજકોટઃ શ્રી ઓમ શિવમ યુવાગ્રુપના પ્રમુખ અને લોકગાયક, હાસ્ય-લોકસાહિત્યકાર શ્રી કૌશિક મહેતા (ભુ-દેવ) (સ્વ.ચિમનભાઈ શુક્લના પૂર્વ પી.એ.) અને રાજકોટનાં રેવન્યુ મેટરનાં સીનીયર ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને નોટરી જયેશભાઈ જાની જણાવે છે કે અખીલ ભારતીય બ્રાહ્મણ સમાજ દ્વારા જોહર કાર્ડના માલીક શ્રી યુસુફભાઈ અને હસનેનભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને બંન્નેનું શાલ ઓઢાડી જાહેર સન્માન કરવામાં આવેલ છે. શ્રી કૌશિક મહેતાએ જણાવેલ કે દર વર્ષની માફક આ વરસે પણ શ્રી યુસુફભાઈ અને હસનેનભાઈ મુસ્લીમ (વ્હોરા) જ્ઞાતિના હોવા છતાં હિન્દુ ધર્મને માન સન્માન આપી ચોરાસી જ્ઞાતિના બ્રાહ્મણો કે જેઓ કર્મકાંડી ભાઈઓ તથા મંદિરના બ્રાહ્મણ પુજારીઓ મળીને લગભગ ૮૦૦ જેટલા બ્રાહ્મણોને તેમના યજમાનોને રાખડી બાંધવા આ વર્ષે પણ વિનામૂલ્યે રાખડીનું વિતરણ કરવામાં આવેલ હતું. તેઓએ વધુમાં જણાવેલ કે જોહર કાર્ડસ ગ્રુપ દ્વારા તેમની ૫૮ વર્ષની પરંપરા મુજબ આ ચોરાસી જ્ઞાતિના કર્મકાંડી અને મંદિરના પુજારીઓને તેમના યજમાનોને રાખડી બાંધવા વિનામૂલ્યે રાખડી વિતરણ કરવામાં આવે છે. તેઓ હિન્દુ ધર્મને માન આપનાર અને ભાઈચારાની ભાવના રાખતા હોવાથી સન્માનને પાત્ર છે. જેથી સમગ્ર ભારત દેશનાં અખીલ ભારતીય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેમને આશીર્વાદ સાથે આ જાહેર સન્માન કરી સમગ્ર બ્રહ્મ સમાજ ગૌરવ અનુભવે છે તેમ યાદીમાં જણાવાયું છે.(
(11:11 AM IST)










