તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
કેનાલના નબળા કામમાં માત્ર નોટીસ નહિ, રીપોર્ટ કરાવો
રાજકોટ જિલ્લા પંચાયતના મનસુખ સાકરિયાની રજૂઆત

રાજકોટ તા. ૧ર :.. જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી મનસુખ સાકરિયાએ સિંચાઇને લગતા નબળા કામ તેમજ રખડતા ઢોર બાબતે પંચાયતના શાસકોને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
મનસુખ સાકરિયાએ સિંચાઇના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાણીગપર, આધીયા, રેવાણિયા, પાનેલિયા, હાથસણી, દેવધરી અને આલણસર ગામના કેનાલના નબળા કામ અંગે નોટીસ પાઠવેલ. આ બધા કામની રેતી, કપચી, સિમેન્ટના ટેસ્ટ રીપોર્ટ કરાવવો જરૂરી છે. રીપોર્ટ કરાવેલ હોય તો તેની નકલ આપો. પ્રાઇવેટ લેબનો ખર્ચ અમે ભોગવવા તૈયાર છીએ. સાતેય કામના ગેરંટી પીરીયડની પણ માહિતી અમારે જોઇએ છે.
ઉપરાંત મનસુખ સાકરિયાને રાજકોટ જિલ્લાના જુદા જુદા ગામોમાં ખૂટયાનો ત્રાસ વધ્યાનું જણાવી યોગ્ય પગલા ભરવા પશુપાલન નિયામકને રજૂઆત કરી છે.
(4:41 PM IST)










