News of Tuesday, 12th August 2025
શિવજીની ત્રીજી આંખઃ માત્ર સંહાર નહીં, પણ જ્ઞાનનો પ્રકાશ

ભગવાન શિવની ત્રીજી આંખનો ઉલ્લેખ ઘણા લોકો માટે ક્રોધ અને વિનાશના પ્રતીક તરીકે થાય છે. પરંતુ, શિવપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં તેનું ગહન રહસ્ય છુપાયેલું છે. શિવજીનું ત્રિનેત્ર માત્ર સંહારનું ચિホ નથી, પરંતુ તે જાગૃતિ, આંતરિક લ્લષ્ટિ, અને અહંકારના અંતનો સંકેત છે.
આપણી બે આંખો બાહ્ય જગતને જુએ છે, પરંતુ ત્રીજી આંખ આપણને આંતરિક જગતમાં પ્રવેશ કરાવે છે. તે એવી લ્લષ્ટિ છે જે શાંતિ અને સત્યને જોઈ શકે છે. શિવજીની ત્રીજી આંખ ખરેખર જ્ઞાનનું પ્રતીક છે. તે ક્રોધ કે સંહાર માટે નહીં, પરંતુ અધર્મ અને અજ્ઞાનતાનો નાશ કરવા માટે ખૂલે છે. જ્યારે પણ કોઈ ભ્રમ, અસત્ય કે અન્યાય સૃષ્ટિમાં ફેલાય છે, ત્યારે શિવજીની ત્રીજી આંખ સત્યનું દર્શન કરાવે છે અને અંધકારનો નાશ કરે છે.
શિવજીનું આ ત્રીજું નેત્ર તેમના જ્ઞાન અને તપની શક્તિનું પ્રતીક છે, જે બાહ્ય દેખાવાથી પર જઈને વાસ્તવિકતાને ઓળખે છે. તેઓ ત્રણેય કાળ (ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય)ને જોઈ શકે છે અને સર્વજ્ઞતાના પ્રતીક છે.
આજના યુગમાં, જ્યાં માહિતીનો અતિરેક અને ભ્રમજાળ ફેલાયેલા છે, ત્યારે આ જ્ઞાન અત્યંત પ્રસ્તુત છે. ફેક ન્યૂઝ, ઓનલાઈન છેતરપિડી અને ભ્રામક જાહેરાતો સત્યને છુપાવી દે છે. લોકો બાહ્ય દેખાડા અને સોશિયલ મીડિયાની વાસ્તવિકતામાં અટવાઈ જાય છે. આવા સમયે, શિવજીની ત્રીજી આંખ આપણને વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપે છે. ત્રીજી આંખ એ ચેતનાનો દ્વાર છે.
તે આપણને શીખવે છે કે સાચું જ્ઞાન બહારથી નહીં પણ અંદરથી પ્રાપ્ત થાય છે. ધ્યાન, મૌન અને સમજદારીપૂર્વક જીવન જીવવું એ જ ત્રીજી આંખ ખોલવાનો માર્ગ છે. શિવજી શીખવે છે કે જ્યારે ભક્ત નિર્ભય થઈને પોતાના અંતરમનમાં જુએ છે, ત્યાંથી જ સત્યની શરૂઆત થાય છે અને અજ્ઞાનનો અંધકાર દૂર થઈને જ્ઞાનના પ્રકાશનો ઉદય થાય છે.
આ પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે સૌ આંતરિક જ્ઞાનચક્ષુ કેળવીને આ ભ્રમિત દુનિયામાં સત્યનો પ્રકાશ આપણી અંદર પ્રગટાવવાનો પ્રયાસ કરીએ. (૪૦.૨૯)
આલેખન
મિતલ ખેતાણી
(મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)
(3:14 PM IST)










