તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ અસોસીએશન રાજકોટની નવી કમીટી જાહેર : પ્રમુખપદે ગુણવંતભાઇ ડેલાવાળા

રાજકોટ : ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ અસોશિએશન રાજકોટની વાર્ષિક સાધારણ સભા ઇંડોર સ્ટેડિયમ, રેસ કોર્સ ખાતે મળી હતી. ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ અસોશિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના અધ્યક્ષ સ્થાને મળેલ આ સભાના પ્રારંભે સેક્રેટરી રોહિત બુંદેલાએ સ્વાગત પ્રવચન કરેલ. ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ ના હિસાબો સર્વાનુમતે એપ્રુવ કરાયા બાદ રાજકોટ અસોશિએશનને ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા પ્રસંસનીય કાર્ય બદલ ટ્રોફી અને ૨૫,૦૦૦/- પ્રાઇઝ આપવામાં આવેલ તેની વિગત આપવામાં આવેલ. વર્ષ દરમિયાન જે જે ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ તેની વિગત અહીં રજુ કરાઇ હતી.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જે ખેલાડીઓએ નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ તેઓને ટ્રેકશુટ અને ટી-શર્ટ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, રાજદીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ શહેર ભાજપ, બી. કે. જાડેજા, ડી. વી. મહેતા, રોહીત બુંદેલા દ્વારા આપવામાં આવેલ. દરમિયાન આવતા ર વર્ષ માટે નવી કમીટીની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ગુણવંતભાઈ ડેલાવાળા (પ્રમુખ), ડી. વી. મહેતા, બી. કે. જાડેજા અને વિક્રમભાઈ તન્ના (સીનીયર વાઇસ પ્રેસિડેટ), રોહીત બુંદેલા (સેક્રેટરી), જે. પી. બારડ (ઓર્ગેનાઇજિંગ સેક્રેટરી), અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, ધર્મેશ છાત્રોલા, જયેશ કનોજિયા, અમિત સિયાળીયા (જોઇન્ટ સેક્રેટરી), અમળતલાલ બૌરાસી (ટ્રેઝરર), પરેશ સોઢા (અકાઉન્ટન્ંટ), દીપક યસવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, અસલમ બ્લોચ, કીર્તિ દવે, હરદેવસિંહ ઝાલા, એન્થોની લોરેન્સ અને જાહીદ મલીક (મેમ્બર્સ)ની વરણી કરાઇ હતી.
જયારે સિલેકસન કમીટીમાં સબ જુનિયર અસલમ બ્લોચ, સંજય પંડયા, પરેશ સોઢા, જૂનિયરમાં મનદીપસિંહ બારડ, રાજેશ ચૌહાણ, સાહિલ શેખ, સિનિયરમાં જે. પી. બારડ, રાફેલ ડાભી, શીવરાજસિંહ ચાવડા, રોહિત પંડિત, રેફ્રી કમીટીમાં વિલિયમ કોશી, મેલ્વિન રોડરિક્ષ, અજય આચાર્ય, જાહીદ મલીક, દીપ રાજગોર, પ્રકાશ મૂલચંદાનીની વરણી થઇ હતી. પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ રાજ ચૌહાણ ઈન્ડિયા બીચ સોકર પ્લેયર અને મનિન્દર કેશપ મેડમ, એ. આઇ. એ.આઇ.એફ.એફ. મેચ કમિશનરની પ્રતિભાને બિરદાવી અને પ્રોત્સાહન આપેલ. અંતમાં અમળતલાલ બૌરાસીએ બધાજ આવેલ ખેલાડીઓનો આભાર માંની મીટીંગની કાર્યવાહીને પૂર્ણ જાહેર કરેલ.
(3:53 PM IST)










