<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

વિદ્યાર્થી-વાલી-શિક્ષણ અને શાળા સંચાલકોને કેન્‍દ્રમાં રાખી નવા સંચાલક મહામંડળનો ઉદય :પ્રમુખપદે ભરતભાઇ ઢોલરીયા

શાળા સંચાલક મહામંડળ સૌરાષ્‍ટ્રના અધ્‍યક્ષપદે જીતેન્‍દ્રભાઇ ખૂંટ, મહામંત્રી પદે વિજયભાઇ ગમારા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઇ પાંભરની વરણીઃ શાળા સંચાલકોનું સમર્થન

 રાજકોટઃ તા.૧ર શાળા સંચાલક મહામંડળ સૌરાષ્‍ટ્ર-રાજકોટ દ્વારા હવે બીજો કોઇ પર્યાય ન હોવાથી આપણે જ પહેલા અને આપણે જ છેલ્લા તેવા ભાવ સાથે શાળા સંચાલક મહામંડળ સૌરાષ્‍ટ્રના નામથી નવા એસોસીએશનની સ્‍થાપના કરવામાં આવી છે. જેનો રજીસ્‍ટર્ડ નં. એફ/૩૯૭૨/ રાજકોટ છે.

એસોસીએશન હેઠળ અત્‍યાર સુધીમાં ૧૩પ થી વધુ શાળા સંચાલકો સાથે મળીને, સંગઠનની ભાવનાથી એકબીજાને જરૂર પડયે સોનો સાથ સૌનો વિકાસ એ સુત્રને ખરી રીતે ચરિતાર્થ કરવાની નેમ સાથેસમગ્ર સૌરાષ્‍ટ્ર લેવલને ધ્‍યાને રાખીને આ મહામંડળની સ્‍થાપના કરવામાં આવી છે.

મંડળના પ્રથમ ટર્મ માટે જીતેન્‍દ્રભાઇ ખુંટ (અધ્‍યક્ષ), ભરતભાઇ ઢોલરીયા (પ્રમુખ), વિજયભાઇ ગમારા (મહામંત્રી), વિપુલભાઇ પાંભર (ઉપપ્રમુખ), દિપકભાઇ મકવાણા (ખજાનચી), મનોજભાઇ દેત્રોજા, વિકાસભાઇ મેઘાણી(સભ્‍ય) તેમજ જગદિશભાઇ વેકરીયા, મનસુખભાઇ પાટડીયા, જેન્‍તિભાઇ ભાખર(મુખ્‍ય સલાહકાર) તરીકે સર્વસંમતીથી નિમણુંક પામ્‍યા છે.

આ એસોસીએશન આવતા સમયમાં  શિક્ષણનેલગતા પ્રશ્‍નોના નિરાકરણ કરવા આપણી ઉજળી પરંપરાઓ જાળવવા તેમજ આવી રહેલ નવી શિક્ષણનીતી અને પાયા વિષયક શિક્ષણ પધ્‍ધતિને વિકસાવવા અને ચરિતાર્થ કરવા તેવા સારા ઉદ્દેશ માટે આ મંડળનો ઉદય થયો, ખરેખર આવા શુધ્‍ધ હેતુથી બનેલ, આ મંડળ શિક્ષણમાં એક સરખી વ્‍યવસ્‍થાઓને જાળવવા અને નાના સંચાલકોને પડતી મુશ્‍કેલીઓનું નિરાકરણ લાવવા માટે ઉદ્દભવ થયો

આ મંડળની રચના પૂર્વે બે વખત સફળતાપૂર્વક જનરલ મિટીંગના આયોજન થયા, જેમાં સૌરાષ્‍ટ્ર ખાતે સૌ પ્રથમવાર ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સભ્‍ય ડો. જે.વી.પટેલ, ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના અધ્‍યક્ષ મનુભાઇ રાવલ તેમજ ઉપાધ્‍યાક્ષ એ.કે. ભરવાડ, મહામંત્રી અમરશીભાઇ ચાંદ્રોલા નવા શાળા સંચાલક મહામંડળ સૌરાષ્‍ટ્ર હોદેદારો દ્વારા મોમેન્‍ટો અને શાલ ઓઢાડીને સન્‍માન કરાયું આ તકે તમામ મહેમાનો દ્વારા શિક્ષણને લગતા ઘણા પ્રશ્‍નોનું સાથે રહીને નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી.

આમ, આ મંડળને વિદ્યાર્થીઓ, વાલીશ્રી, સંચાલકો તેમજ સમાજને લક્ષમાં  સમાન હેતુ ધરાવતી અન્‍ય સંસ્‍થાઓ/મંડળ સાથે રહીને કામ કરી આગળ વધવાની  સાથે સફળતાપુર્વક આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ સંગઠન  સંપ તથા સહકારની ભાવના સાથે -પ્રસ્‍થાપિત થાય અને વધુમાં વધુ સંચાલકો આ મંડળમાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્‍યું.

શિક્ષણ જગતનો આગળનો સમય ખુબ જ ધ્‍યાન રાખવા જેવો અને સુચારૂ સંચાલન ક્ષેત્રે આગળ વધવા માટેનો આવી રહયો છે. તેમજ આ એસોસીએશનના સભ્‍ય બનવા માટેદરેક સંચાલક આવકાર્ય છે ત્‍યારે જરૂરથી વહેલી તકે તેમના હોદ્દેદારોનો સંપર્ક કરવા યાદીમાં ખાસ જણાવવામાં આવે છે. (૩પ-૧૭)

(4:04 PM IST)